પોષણ પખવાડિયા સંદર્ભે સિહોરમાં પોષણ પ્રશ્નોત્તરી
પોષણ પખવાડિયા સંદર્ભે સિહોરમાં વિવિધ વિસ્તારમાં આંગણવાડી કેન્દ્રો દ્વારા આયોજનો થયા છે. સંકલિત બાળવિકાસ યોજના કચેરીના વડા શ્રી હેમાબેન દવે સાથે શ્રી દુર્ગાબેન બાબરિયા, શ્રી સવિતાબેન ગોહિલ અને શ્રી રીટાબેન શુક્લના આયોજન સાથે સિદ્ધાર્થ વિસ્તારની કિશોરીઓને તૃણધાન્ય અને પોષણ સંદર્ભે માર્ગદર્શક પ્રશ્નોત્તરી કરાયેલ. અહી કચેરીના શ્રી નિધીબેન વ્યાસ, શ્રી ધ્રુવભાઈ મહેતા, શ્રી દર્શભાઈ બોટાદરા અને શ્રી અસ્મિતાબેન ચૌહાણ સાથે આંગણવાડી બહેનો દ્વારા જહેમત ઉઠાવાઈ હતી.
Recent Comments