સાવરકુંડલા તાલુકાના વીરડી ગામના વતનના રતનની સ્વખર્ચે તળાવો બાંધવાની કામગીરી

અમરેલી જિલ્લાના સાવરકુંડલાનું અને અમરેલી જિલ્લાનું છેલ્લું ગામ વીરડી ગામે ચાલુ છે. ૨૧૦૦ ની વસ્તી ધરાવતા વીરડી ગામમાં આજે જેસીબી અને ટ્રેકટરો માટી ભરીને હડીયા પાટી કરતા નજરે ચડી રહ્યાં છે તેનું મુખ્ય કારણ વીરડી ગામમાં એક નહિ બે નહિ પણ એકી સાથે ૨૨ તળાવોના પાળા બાંધવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે ને આ સ્વખર્ચે ગામના પાણીના તળ મજબુત થાય અને હરિત ક્રાંતિ વીરડી ગામ સહિત આજુબાજુના ૧૫ જેટલા ગામડાઓમાં જગતના તાત પાણી વગરના ઓશિયાળા ના રહે ને બારે માસ ખેતી વીરડી સહિતના આજુબાજુના ખેડૂતો હાલ માટી લઈને પોતાના ખેતરોમાં નાખી રહ્યા છે ને વીરડી ગામની બાજુમાંથી બે બે નદીઓ ચોમાસામાં વહેતી હોય ને નદીઓ કાંઠે ૨૨ જેટલા ચેકડેમો હાલ બંધાઈ રહ્યા છે ને અત્યારે ૧૦ જેટલા ચેકડેમો હાલ બંધાઈ ચૂક્યા છે ને સ્વખર્ચે વીરડી ગામને હરિત ક્રાંતિ કરાવવા સુરતના ઉદ્યોગપતિ અને માદરે વતનનું ઋણ ચૂકવવા બાલુભાઈ મોહનભાઈ કાનાણી અને ચતુરભાઈ મોહનભાઈ કાનાણી નામના બે ભાઇઓએ બીડું જપડ્યું છે ને છેલ્લા ૫ વર્ષથી વીરડી ગામમાં ઉનાળાના સમયે આવીને ચેકડેમો બાંધી રહ્યા છે.
સુરત રહીને પણ વતનનું રતન બાલુભાઈ કાનાણી આજે વીરડી ગામે જેસીબી પર ચડીને ચેકડેમોના પાળા બાંધી રહ્યા છે ને વીરડી ગામ સાથે આજુબાજુના ભુરીયાનું નેરું અને નાળનું નેરુ, ઠવી ગામનું નેરૂ અને અન્ય નદીઓ વીરડી ગામ નજીકથી પસાર થતી હોય અને ચેકડેમો બંધાઈ જતા ખેડૂતોને મીઠું પાણી વાડી ખેતરોમાં થઈ જાય તેવા ધ્યેયને સાર્થક કરવા દિવસ રાત એક કરતા ઉદ્યોગપતિ કાનાણી છેલા ૫ વર્ષથી આવી રીતે કાચા ચેકડેમો બાંધીને ગામનું પાણીનું તળ ઊંચું લાવી દીધું હોવાનો ખુશીઓ ખેડૂતોએ જશુભાઇ ખુમાણ (સદસ્ય તાલુકા પંચાયત), મહાવીરભાઈ વીંછીયા, મુન્નાભાઈ ડાભી (સરપંચ વીરડી), હરેશભાઈ કાનાણી, રેવાભાઈ ભરવાડ, ધીરુભાઈ મકવાણા, શૈલેષભાઈ ખુમાણ, પ્રતાપભાઈ ખુમાણ, કનુભાઈ વીંછીયા, દેવચંદભાઈ કાનાણી સહિતના ખેડૂતોએ હર્ષભેર કાનાણી બંધુઓની ભાવનાઓને વધાવી છે.
ત્યારે વીરડી ગમે પહેલા ૧૮૦ ફૂટ પાણી હતું ને આજે નદીઓ પર માટી કાઢીને પાળા બંધાઈ રહ્યા હોય ૨૦ ફૂટ નદીઓમાં પાણી સ્પષ્ટ નજરે પડતું હોય ત્યારે જળ એ જીવન છે ને જળ થકી ક્રાંતિ લાવવાના કાનાણી બંધુના પ્રયત્નોને વીરડીવાસીઓ હરખભેર વધાવી રહ્યા છે ને બે દિવસ પહેલા સ્થાનીક ધારાસભ્ય મહેશ કસવાલાએ વીરડી ગામની મુલાકાત લીધી ત્યારે સ્થાનિકો દ્વારા કાચા ચેકડેમો પાકા બને તો કાયમી સોલ્યુશન થાય તેવો સૂર સ્થાનિકો એ વ્યક્ત કર્યો હતો .
ધારાસભ્ય કસવાલા દ્વારા સરકારમાંથી પાકા ચેકડેમો બાંધીને જળ સિંચન થાય તેમાં સહભાગી થવાની ખાત્રી આપી હતી ત્યારે વીરડીના રાજવી અને વીરડી ગામના પૂર્વ સરપંચ બાવકુભાઇ ખુમાણ એ બાલુભાઈ અને ચતુરભાઈ કાનાણી બંધુની ગામ પ્રત્યેની હરિત ક્રાંતિની ભાવનાઓને વધાવી હતી આજે સરકાર દ્વારા જળ સંચયમાં કરોડો રૂપિયા વાપરીને જળ એ જ જીવન માટે અભિયાન શરૂ કર્યું છે પણ વીરડીના ભામાશા દ્વારા સ્વ.ખર્ચે ૨૨ તળાવો બાંધવાની કામગીરીની સરકાર નોંધ લઈને ગામડાને ગોકુળિયું બનાવવા મથતા કાનાણી બંધુઓની સ્વખર્ચે હરિયાળી ક્રાંતિ લાવવાના ધ્યેયને વધાવે તો સોનામાં સુગંધ ભળે……..
Recent Comments