પાકિસ્તાન સરકારના અધિકૃત ટિ્વટર એકાઉન્ટ પર ભારતે રોક લગાવી
પાકિસ્તાન સરકારના અધિકૃત ટિ્વટર એકાઉન્ટ પર ભારતે રોક લગાવી છે. જ્યારે કોઈ પાકિસ્તાન સરકારના ટિ્વટર એકાઉન્ટને એક્સેસ કરવાનો પ્રયત્ન કરે છે તો લખીને આવે છે કે પાકિસ્તાન સરકારના ટિ્વટર એકાઉન્ટ પર લીગલ ડીમાન્ડના રિસ્પોન્સ બાદ ભારતમાં રોક છે. અત્રે જણાવવાનું કે આવું ત્રીજીવાર થયું છે જ્યારે પાકિસ્તાનના ટિ્વટર એકાઉન્ટ પર ભારતમાં રોક લગાવવામાં આવી છે. આ અગાઉ વર્ષ ૨૦૨૨ના ઓક્ટોબર મહિનામાં પણ પાકિસ્તાન સરકારના ટિ્વટર એકાઉન્ટ પર રોક લગાવવામાં આવી હતી.
તે પહેલા ગત વર્ષ જુલાઈમાં પાકિસ્તાન સરકારના ટિ્વટર એકાઉન્ટ પર રોક લાગી હતી. જાે કે ત્યારબાદ તેને રિએક્ટિવેટ પણ કરાયું હતું અને ટિ્વટર એકાઉન્ટ વિઝિબલ થવા લાગ્યું હતું. જાે કે ભારતીય અધિકારીઓએ પાકિસ્તાન સરકારના અધિકૃત ટિ્વટર હેન્ડલ વિરુદ્ધ આ પગલું કેમ ભર્યું તે વિશે જાણકારી મળી શકી નથી. પણ ટિ્વટર ગાઈડલાન્સ મુજબ માઈક્રોબ્લોગિંગ સાઈટ કોર્ટના આદેશ જેવી કાયદેસર લીગલ ડિમાન્ડના રિપ્લાયમાં આવી કાર્યવાહી કરે છે. હાલ પાકિસ્તાન સરકારનું ટિ્વટર ફીડ’જ્રય્ર્દૃર્ંક ઁટ્ઠૌજંટ્ઠહ’ ને ભારતીય યૂઝર્સ જાેઈ શકતા નથી. ગત વર્ષ ઓગસ્ટમાં ભારતે ૮ યુટ્યૂબ બેસ્ડ ન્યૂઝ ચેનલ્સ, જેમાંથી એક પાકિસ્તાનથી સંચાલિત હતી અને ૧ ફેસબુક એકાઉન્ટને ફેક તથા ભારત વિરોધી કન્ટેન્ટ બદલ બ્લોક કર્યા હતા.
આ ઉપરાંત ગત વર્ષ જૂનમાં ટિ્વટરે ભારતમાં સંયુક્ત રાષ્ટ્રના પાકિસ્તાની દૂતાવાસના અધિકૃત ખાતાઓ ઉપર પણ પ્રતિબંધ લગાવ્યા હતા. શું આ નિયમ હેઠળ થઈ કાર્યવાહી?.. સૂચના અને પ્રસારણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રૂલ્સ ૨૦૨૧ હેઠળ ઈમરજન્સી પાવર્સનો ઉપયોગ કરીને આ કાર્યવાહી કરાઈ છે. બ્લોક કરાયેલા ઈન્ડિયન યુટ્યૂબ ચેનલ્સ પર ફેક, સનસનીખેજ થંબનેલ, ન્યૂઝ ચેનલના એંકરોની તસવીરો અને કઈક ટીવી સમાચાર ચેનલોના લોકો વાપરવા બદલ કાર્યવાહી થઈ હતી.
Recent Comments