ફિલ્મ ‘આદિપુરુષ’ની ફેન્સ ઘણા સમયથી રાહ જાેઈ રહ્યા હતા. ગયા વર્ષે આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું હતું જેણ ઘણું ચર્ચામાં રહ્યું હતું. રામાયણ પર આધારિત આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું ત્યારથી જ ફિલ્મ જબરદસ્ત વિવાદોમાં ઘેરાઇ ગઈ હતી. ફિલ્મની સ્ટારકાસ્ટના લૂકથી લઈને તેના ફહ્લઠ સુધી ઘણો હોબાળો થયો હતો. દરમિયાન, રામ નવમીના ખાસ અવસર પર ડાયરેક્ટર ઓમ રાઉતે (ર્ંદ્બ ઇટ્ઠેં) ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે.
આ સાથે તેની રિલીઝ ડેટ પણ સામે આવી ગઈ છે. ડાયરેક્ટર ઓમ રાઉતે આજે ફિલ્મ આદિપુરુષનું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે. આમાં પ્રભાસ અને કૃતિ સેનન રામ સીતાના અવતારમાં જાેવા મળી શકે છે. તેણે પોસ્ટના કેપ્શનમાં લખ્યું, ‘મંત્ર સે બઢકે તેરા નામ, જય શ્રી રામ’. આ સાથે તેની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે પહેલા આ ફિલ્મ ૧૨ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ થિયેટર્સમાં રિલીઝ થવાની હતી, પરંતુ હવે તે ૧૬ જૂન, ૨૦૨૩ના રોજ રિલીઝ થશે. હિન્દી ઉપરાંત, લોકો તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં પણ ફિલ્મ જાેઈ શકશે.
આ સાથે તેને ૈંસ્છઠ અને ૩ડ્ઢ વર્ઝનમાં પણ રિલીઝ કરવામાં આવશે. આદિપુરુષનું ટીઝર ગયા વર્ષે રિલીઝ થયું હતું. આ જાેયા બાદ લોકોએ તેને જાેરદાર ટ્રોલ કર્યુ. જાેકે ઘણા ફેન્સે પણ તેને ખૂબ પસંદ કર્યું હતું. ટીઝરમાં ફહ્લઠની મજાક ઉડાવવામાં આવી હતી. ઉપરાંત, લોકો સ્ટાર કાસ્ટના લુકથી ખુશ ન હતા. ઘણા લોકોએ તેને હાઈ બજેટ કાર્ટૂન ફિલ્મ પણ ગણાવી હતી.
ટીઝરમાં સૈફ અલી ખાન રાવણના રોલમાં જાેવા મળ્યો હતો, પરંતુ તેના લુકે હંગામો મચાવ્યો હતો. ફિલ્મમાં દશાનનનો લુક દર્શકોને પસંદ આવ્યો ન હતો જેમાં રાવણને બઝ કટ દાઢી સાથે બતાવવામાં આવ્યો હતો. જાેકે, એવા સમાચાર હતા કે લોકોના ગુસ્સાને જાેતા મેકર્સે ર્નિણય લીધો છે કે તેઓ હવે રાવણનો લુક સંપૂર્ણપણે બદલી નાખશે.
Recent Comments