fbpx
બોલિવૂડ

કરીના કપૂર ખાને જણાવ્યું પોતાનાથી ૧૦ વર્ષ મોટા સૈફ સાથે લગ્ન કર્યાનું કારણ

કરીના કપૂર ખાન છેલ્લે આમિર ખાન સ્ટારર ‘લાલ સિંહ ચઢ્ઢા’ ફિલ્મમાં નજરે પડી હતી. જણાવી દઈએ કે આ ફિલ્મ દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવેલી હોલીવુડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની હિન્દી-રિમેક હતી. પોતાની એક્ટિંગ કરિયર ઉપરાંત કરીના કપૂર ખાન હંમેશા તેની લવ લાઈફ અને તેના પતિ અભિનેતા સૈફ અલી ખાન સાથેના તેના લગ્નને લઈને ચર્ચામાં છવાયેલી રહે છે. જ્યારે પણ કરીના સૈફ સાથે ઘરની બહાર નીકળે છે, ત્યારે સોશિયલ મીડિયા પર તેમની તસવીરો અને વિડીયો છવાઈ જતા હોય છે.

હાલમાં જ જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું બોક્સ ઓફિસ નંબર તેના માટે મહત્વ ધરાવે છે, ત્યારે બેબોએ જવાબ આપતા કહ્યું કે તે કોઈની સાથે સ્પર્ધા કરતી નથી. વાત કરતા તેણે એક ઉદાહરણ પણ આપ્યું, જે તેના અને સૈફ અલી ખાનના લગ્ન સાથે જાેડાયેલા છે. કરીનાએ તાજેતરમાં જ તેના કરતા ૧૦ વર્ષ મોટા સૈફ અલી ખાન સાથેના તેના સંબંધો અને લગ્નના ર્નિણયને લઈને ખુલીને ચર્ચા કરી.

તેણે જણાવ્યું કે તેણે શા માટે પહેલેથી છૂટાછેડા લીધેલા અને બે બાળકોના પિતા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા. આ સાથે તેણે એમ પણ કહ્યું કે તેણે સૈફ સાથે ત્યારે લગ્ન કર્યા જ્યારે કોઈ અભિનેત્રી લગ્ન કરવા માંગતી ન હતી, એક્ટ્રેસીસ તેમના કરિયરને લઈને ચિંતિત હતી અને લગ્ન માટે તૈયાર ન હતી. કરીના કપૂર ખાને ઈ ટાઈમ્સ સાથેની વાતચીતમાં સૈફ સાથેના તેના લગ્ન વિશે વાત કરતા કહ્યું કે, ‘હું મારી જાતને નસીબદાર માનું છું, કારણ કે મેં હંમેશા તે કર્યું છે જે હું કરવા માંગતી હતી અને તેના માટે હું ખુશકિસ્મત અનુભવુ છું. જ્યારે હું લગ્ન કરવા માંગતી હતી, ત્યારે મેં તે કર્યું અને તે પણ જ્યારે કોઈ અભિનેત્રી લગ્ન કરતી ન હતી એવા સમયે. આજે એવી ઘણી અભિનેત્રીઓ છે જે લગ્ન કરી રહી છે.

હવે બધુ સામાન્ય છે કામ કરતી વખતે અચાનક લગ્ન કરી લેવામાં કોઈ વાંધો નથી. આના પહેલા તો બાળકો પેદા કરવાને કારકિર્દી પર પૂર્ણવિરામ માનવામાં આવતું હતું. પરંતુ હવે બધુ બદલી ગયું છે. હવે તમે બાળકને જન્મ આપી શકો છો અને બાળક હોવા છતાં તમે તમારી કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. મેં હંમેશા એવી વસ્તુઓ કરી છે જેને હું પ્રેમ કરું છું અને જેમના પર વિશ્વાસ કરું છું. સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન થોડા અઠવાડિયા પહેલા ચર્ચામાં આવ્યા હતા, જ્યારે તેઓ મલાઈકા અરોરાના માતાના જન્મદિવસની પાર્ટીમાંથી પરત ફરી રહ્યા હતા.

આ દરમિયાન ફોટોગ્રાફરોએ તેની બિલ્ડિંગ કમ્પાઉન્ડની બહાર તેમની તસવીરો અને વિડીયો લેવાનું શરૂ કરી દીધું હતું. પાપારાઝીથી નારાજ થઈને સૈફ અલી ખાને તેમને પોતાના બેડરૂમમાં ધુસવાનું કહીને કટાક્ષ પણ કર્યો હતો. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કરીના છેલ્લે આમિર ખાન સાથે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જાેવા મળી હતી, જ્યારે સૈફ અલી ખાન હ્રિતિક રોશનની અપોઝિટ ‘વિક્રમ વેધા’માં નજરે પડ્યો હતો. હવે કરીના ‘ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ’માં ભૂમિકા ભજવતી જાેવા મળશે, જેમાં તેની સાથે વિજય વર્મા અને જયદીપ અહલાવત મુખ્ય ભૂમિકામાં હશે.

Follow Me:

Related Posts