સાવરકુંડલા ડીવાયએસપી હરેશ વોરાનો વાત્સલ્યપૂર્ણ અભિગમ
આમ તો રામનવમી એટલે જ રામજન્મોત્સવનું અનેરુ પર્વ ભગવાન શ્રી રામનાં જેટલાં પણ ગુણ ગાઈએ શબ્દો ઓછા પડે. રામરાજ્યની પરિકલ્પના સાકાર થશે એટલે સબ જગ રામમયી જ બનશે. ગતરોજ રામનવમી પર્વ નિમિત્તે ભગવાન શ્રી રામચંદ્રજીના દર્શનાર્થે નાનાં નાનાં ભૂલકાઓ પણ શહેરમાં નીકળેલાં. આમ તો વડીલો ભગવાન શ્રી રામચંદ્રજીની શોભાયાત્રાના દર્શનાર્થે નીકળે તો પછી નાના નાનાં ભૂલકાઓ પણ થોડા બાકાત રહે. એવી જ એક તસવીર સાવરકુંડલાના ચકોર ફોટોગ્રાફર બળવંતભાઈ મહેતાના કેમેરામાં કેદ થઈ.
સાવરકુંડલાના બાહોશ ડીવાયએસપી હરેશ વોરા પોતાના પોલીસ સ્ટાફ સાથે શોભાયાત્રામાં બંદોબસ્ત અર્થે જોડાયા હોય એ તો કદાચ એની ફરજનો ભાગ ગણાય. પરંતુ આવી પરિસ્થિતિમાં પણ એક નાનકડી એવી પરીને પણ ભગવાન શ્રી રામજીના દર્શનાર્થે તેડીને વાત્સલ્ય વરસાવતાં જોવા મળે એ પોલીસ તંત્રનો વાત્સલ્યપૂર્ણ અભિગમ પણ રજૂ કરે છે.
Recent Comments