અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા દ્વારા રામનવમીની શોભાયાત્રામાં સેવા બજાવતી સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું
સાવરકુંડલા શહેરમાં ઐતિહાસિક મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર શ્રી રામની ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને સુરેશ પાનસુરીયા દ્વારા રામનવમીની આગલી રાત્રે શહેરને સુશોભિત કરતા યુવાનોને રાત્રે નાસ્તો તથા આઇસ્ક્રીમ ખવડાવી લોકોના દિલમાં અનેરૂ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ શોભાયાત્રા દરમિયાન જે કોઈ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પ્રસાદીના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા તે તમામ સ્ટોલનું અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા દરમિયાન સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. અને અનેક રામ ભક્તો શ્રી સુરેશ પાનસુરીયા સાથે સેલ્ફી તથા ફોટોગ્રાફ પડાવવા માટે પડાપડી કરતા એવું લાગતું હતું કે સુરેશ પાનસુરીયાની લોકચાહના હજુ પણ લોકોના દિલમાં અકબંધ છે.
Recent Comments