અમરેલી

જિલ્લા માહિતી કચેરી,અમરેલીના ટેક્નિકલ આસિસ્ટન્ટ શ્રી વી. આર. પીપળીયા વયનિવૃત્ત થતા ભવ્ય વિદાયમાન અપાયું

સરકારી અધિકારી કે, કર્મચારી માટે બે દિવસ અતિ મહત્વના હોય છે. એક જ્યારે તે સરકારી નોકરીમાં ફરજ પર હાજર થાય એ દિવસ અને ૫૮ કે ૬૦ વર્ષે વયનિવૃત્તિ અથવા સેવા નિવૃત્તિનો દિવસ. સરકારી કર્મચારીઓ વયનિવૃત્ત જરુર થતાં હોય છે પરંતુ, એક મનુષ્ય તરીકે મનુષ્ય કર્મ અને તેમની ફરજમાંથી તેઓ નિવૃત્ત થઈ શકતાં નથી. વિદાયમાન કોઈપણ હોય એ સ્થિતિ જ એવી હોય છે કે, હૃદય ભારે બની જાય.

આ દ્રશ્ય ખરેખર અદ્ભૂત હોય છે. એક સરકારી કર્મચારી કે, અધિકારી તરીકે સમગ્ર કાર્યકાળ દરમિયાન ઈમાનદાર ફરજનિષ્ઠ બની રહેવું ઉપરાંત જવાબદારી તો ખરી જ સાથે ઉત્તરદાયિત્વ પણ નિભાવવું એ સામાન્ય બાબત નથી. કેવી પળો હોય છે એ નિવૃત્તિ સમયની! વયનિવૃત્ત થતાં સરકારી કર્મીનું હૃદય ઉપરાંત સાથી કર્મીઓના હૃદય પણ એક પળ માટે થંભી જતા હોય છે! આવા હૃદય થંભાવી નાંખે એવાં દ્રશ્યો જિલ્લા માહિતી કચેરી, અમરેલી ખાતે ફરજનિષ્ઠ કર્મચારી અને ઉમદા પ્રેરણાત્મક વ્યક્તિત્વ એવાં ટેક્નિકલ આસિસ્ટન્ટ શ્રી વી.આર.પીપળીયા ૩૩ વર્ષની લાંબી કારકિર્દીમાંથી વયનિવૃત્ત થતાં સર્જાયા હતા!

        વિદાયમાન કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના પત્રકારશ્રીઓ, પરંપરાગત માધ્યમના કલાકારો, જિલ્લા માહિતી કચેરી, અમરેલીના ભૂતપૂર્વ અધિકારીશ્રી, કર્મચારીશ્રીઓ સહિતના મહેમાનોએ ઉપસ્થિત રહીને શ્રી વી.આર.પીપળીયાને પુષ્પગુચ્છ આપી, છાલ ઓઢાડીને તેમનું બહુમાન વધાર્યુ હતુ. શ્રી પીપળીયાને આરોગ્યમય અને ખુશખુશાલ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.

ભૂતપૂર્વ નાયબ માહિતી નિયામકશ્રી  બી. એસ. બસીયા, પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટના સહાયક માહિતી નિયામકશ્રી સોનલબેન જોષીપુરા,  ગાંધીનગર ખાતે ફરજ બજાવતા શ્રી કિરીટભાઈ બેન્કર, શ્રી  ચંદ્રકાન્ત વાઘેલા, શ્રી હરિકૃષ્ણ ગોહિલ, અમદાવાદ કચેરી ખાતે ફરજ બજાવતા શ્રી રાજેશભાઈ પટેલ,  ભાવનગર ખાતે ફરજ બજાવતા શ્રી રમેશભાઈ પરમાર, જામનગર ખાતે ફરજ બજાવતા શ્રી યોગેશભાઈ વ્યાસ, જિલ્લા માહિતી કચેરી, બોટાદ ખાતે ફરજ બજાવતા શ્રી બરાળભાઈ, જિલ્લા માહિતી કચેરી, અમરેલીના ભૂતપૂર્વ કર્મી શ્રી જી.વી.દેવાણી, દિવ્યપ્રકાશ સમાચાર પત્રના તંત્રી શ્રી હિંમતભાઈ પટેલ, સંજોગ ન્યૂઝના તંત્રીશ્રી સુરેશભાઈ દેસાઇ સહિતના પત્રકારશ્રીઓએ શ્રી વી.આર.પીપળીયાની ફરજનિષ્ઠાને શબ્દસ્વરુપે બિરદાવી હતી.

વિદાયમાન કાર્યક્રમનું સમગ્ર સંચાલન જિલ્લા માહિતી કચેરી, અમરેલીના ભૂતપૂર્વ કર્મચારીશ્રી ભટ્ટભાઈએ કર્યુ હતુ. શ્રી વી.આર.પીપળીયા ટેક્નિકલ આસિસ્ટન્ટ હોવા છતાં વહીવટી અને હિસાબી કામો પણ શ્રેષ્ઠ રીતે કરી શકતા હતા તે તેમની અનેક વિશેષતાઓમાંની એક શ્રેષ્ઠ વિશેષતા હતી. ઉર્જાથી ભરપૂર, સ્વભાવે સરળ અને ઉમદા વ્યક્તિત્વ ધરાવતાં શ્રી પીપળીયા કચેરીના દરેક કામને પોતાનું કામ સમજીને ઉત્તમ પ્રકારની કાર્યશૈલીથી પોતાની ફરજ બજાવતા હતા. કચેરીમાં કોઈ નવા કર્મચારી ફરજ પર હાજર થાય તો તેમને પણ તેઓ સરળતાથી કામગીરી સમજાવીને કામગીરી વિશે પરિચય કરાવતાં હતા. તેમનો મિજાજ એવો હતો કે, તેઓ કચેરીના દરેક આયોજનો શ્રેષ્ઠ રીતે કરી શકતા હતા.

        શ્રી વી.આર.પીપળીયાને એમના સહકર્મીઓ દ્વારા પુષ્પગુચ્છ, બુકે અને શાલ ઓઢાડીને સત્કાર સાથે વિદાયમાન આપવામાં આવ્યું હતુ. તેમની સેવાને સૌ સહકર્મીઓ, તેમના પરિવારજનો અને મિત્રજનોએ સહર્ષ બિરદાવી હતી. વિદાયમાનના કાર્યક્રમમાં ભૂતપૂર્વ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, શ્રી વી.આર.પીપળીયાના પરિવારજનો, મિત્રજનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts