અમદાવાદમાં IPL૨૦૨૩ ની ઓપનિંગ મેચ આજે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ અને ૪ વખત જીતી ચૂકેલી ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. ચાહકોની ઇંતેજારી વચ્ચે આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેચ અગાઉ ગુજરાત ટાઈટન્સની ટીમે ટિ્વટર સહિત સોશ્યલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે જેમાં કેપ્ટન હાર્દિક પંડ્યા તેની સંઘર્ષની કહાની જણાવી રહ્યો છે. હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સની ટીમને તેની પહેલી જ સિઝનમાં વિજેતા બનાવવામાં સફળ રહ્યો હતો અને ગુજરાતી ક્રિકેટ ફેંસને પણ તેના માટે સન્માનની લાગણી હોય એ સ્વાભાવિક છે. આજની મેચ સિઝનની પહેલી મેચ હોવાની સાથે ગુરુ અને શિષ્યની મેચ છે.
ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા ઘણી વખત કહી ચૂક્યો છે કે તે એમએસ ધોનીનો મોટો ફેન છે અને તે ધોની પાસેથી ઘણું શીખ્યો છે માટે આજની મેચ બન્ને ટીમો વચ્ચે રોમાંચક રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઝ્રજીદ્ભએ રેકોર્ડ ૪ વખત ખિતાબ જીત્યો છે, પરંતુ ગુજરાત ટાઇટન્સ સામે આ ટીમનો રેકોર્ડ કંઈ ખાસ રહ્યો નથી. ગત સિઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ ૯મા નંબરે રહી હતી. અને ગુજરાત સામેની બંને મેચોમાં ચેન્નઈનો પરાજય થયો હતો. હાર્દિક પંડ્યા આ વિડીયોમાં કહે છે કે જ્યારે સ્કૂલે ક્લાસમાં સૂઈ જતો હતો ત્યારે ટીચર મારા પપ્પાને ફરિયાદ કરતાં હતા કે હાર્દિક સૂઈ રહ્યો છે. એ સમયે હાર્દિકના પપ્પા કહેતા હતા કે તે સૂઈ નથી રહ્યો તે સપના જાેઈ રહ્યો છે.
હાર્દિકે કહ્યું હતું કે મે જેટલા સપના જાેયા એ ધીમે ધીમે એક એક કરીને પૂરા થઈ ગયા છે. હાર્દિકે ગુજરાતીમાં કહ્યું હતું કે એવી રીતે જ નથી થયું ભાઈ બહુ મહેનત લાગી છે. હાર્દિકે પોતાના ફેન્સ સપોર્ટ સ્ટાફ, ક્રિકેટ એક્સપર્ટ્સ, ખેલાડીઓ અને ગુજરાતી ક્રિકેટ લવર્સનો પણ આભાર માન્યો હતો અને કહ્યું હતું કે એકસલન્સ મેળવવા માટે અમે ફરીથી મહેનત કરીશું અને ફરીથી આ સિઝનમાં પણ એક નવું સપનું લઈને ગુજરાત ટાઈટન્સના હોમ અમદાવાદમાં ટોસ માટે હું જઈશ.
આ સાથે આ વિડીયોને ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે કારણ કે આ વિડીયોમાં ગુજરાતની ટીમનો જુસ્સો પણ દેખાઈ રહ્યો છે અને આવવા દે નું એનથમ સોંગ પણ વાગે છે. મહત્વનું છે કે, ૈંઁન્ની શરુઆત જે મેદાન પરથી થઈ રહી છે તે ગુજરાત ટાઈટન્સનું હોમ ગ્રાઉન્ડ છે. પોતાના હોમ ગ્રાઉન્ડ પર પહેલી મેચ અને પાછલા વર્ષના ૈંઁન્ ચેમ્પિયન હોવાના કારણે હાર્દિકનું પલડું ધોની સામે ભારે રહેવાની સંભાવનાઓ વધુ છે. જાેકે, ધોનીની ટીમ પણ આ વખતે ગજબની તાકાત સાથે મેદાનમાં ઉતરશે, ટીમમાં જાડેજા સહિતના ખેલાડીઓ ફુલ ફોર્મમાં છે. આ તરફ ગુજરાત ટાઈટન્સમાં હાર્દિક પંડ્યાનું કદ વધ્યું છે અને શુબમન ગિલ, રાશિદ ખાન સહિતના ખેલાડીઓએ તાજેતરમાં જ કમાલ કરી છે. માટે ટીમને ત્રણ ગણી મજબૂત માનવામાં આવી રહી છે.


















Recent Comments