ભારતના વારસા અને પરંપરાનું નિરૂપણ કરતું અનોખુ સ્થળ NMACC
મુંબઈના બાંદ્રા કુરલા કોમ્પ્લેક્સમાં હવે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (દ્ગસ્છઝ્રઝ્ર) ની શરૂઆત કરવામાં આવી છે. આ સ્થળે હવે ભારતીય કળા અને સંસ્કૃતિનું દર્શનિય પ્રદર્શન કરવામાં આવશે. એટલું જ નહીં આખી દુનિયામાં ભારતીય કળા સંસ્કૃતિ દર્શાવતુ સૌથી અનોખુ સ્થળ રહેશે. રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ મુંબઈના મધ્યમાં આ પ્રકારનું અનોખુ સ્થળ બને એ માટેનું તેમનું વિઝન શેર કર્યું હતું, જેને તેમના નામ પરથી જ બનાવવામાં આવ્યું છે. પર્ફોર્મિંગ તેમજ વિઝ્યુઅલ આર્ટ માટેનું આ કેન્દ્ર ભારતનું સૌથી અદ્યતન, પ્રતિષ્ઠિત અને વિશ્વ-કક્ષાનું સાંસ્કૃતિક કેન્દ્ર છે અને તે હવે ભવ્ય લોકાર્પણ માટે તૈયાર છે. આ પ્રસંગે શ્રીમતી નિતા અંબાણીએ કહ્યું હતું કે, ”આ કલ્ચરલ સેન્ટરનું નિર્માણ કરવું એ એક પવિત્ર યાત્રા બની રહી છે. અમે એક એવું સ્થળ બનાવવા માટે ઉત્સુક છીએ જે આપણાં કલાત્મક અને સાંસ્કૃતિક વારસાનું નિરૂપણ કરતું હોય.
જ્યાં સિનેમા અને સંગીત, ડાન્સ અને નાટક, સાહિત્ય અને લોકસંગીત, કળા અને હસ્તકલા, વિજ્ઞાન અને આધ્યાત્મ આ તમામ ક્ષેત્રોમાં આપણી સંસ્કૃતિનું દર્શન થતું હોય. જ્યાં આપણે આખી દુનિયાને ભારત દેશનું શ્રેષ્ઠ બતાવી શકીએ અને વિશ્વના શ્રેષ્ઠને ભારતમાં આવકારી શકીએ. હાલમાં અમેરિકા અથવા યુરોપમાં જે કલાકારોને જે પ્રકારનું વાતાવરણ આપવામાં આવે છે તેના કરતાં પણ વધુ સારા આંતરરાષ્ટ્રીય સ્થળનું વિઝન ભારતીય કલાકારો, કલાકારો અને સર્જકો માટે નીતા અંબાણીએ દાખવ્યું અને તે છે દ્ગસ્છઝ્રઝ્ર. ચાર માળના દ્ગસ્છઝ્રઝ્ર ની અંદર ત્રણ થિયેટર અને ૧૬,૦૦૦ ચોરસ ફૂટની કસ્ટમ એક્ઝિબિશન સ્પેસ પણ જાેવા મળશે.
તેમાંના સૌથી મોટા સ્થળે ૨,૦૦૦ સીટનું ગ્રાન્ડ થિયેટર અને કમળના આકારમાં ૮,૪૦૦ સ્વરોવસ્કી ક્રિસ્ટલ સાથેનું અદભૂત ઝુમ્મર જાેવા મળશે. અહીં વિદ્યાર્થીઓ, બાળકો, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ લોકો, બધા જ કોઈ ફી ચુકવ્યા વગર હાજર રહી શકશે. જેના કારણે સમાજ નિર્માણમાં પણ તે એક મોટો ભાગ ભજવશે. ભારતના વિશાળ સાંસ્કૃતિક વારસા અને તેના પ્રભાવ તરફ ધ્યાન દોરવા માટે અને કલાકારોને પ્રેક્ષકો સાથે વાર્તાલાપ કરવા માટે એક મંચ આપવા માટે ઉદ્ઘાટન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
Recent Comments