fbpx
ગુજરાત

ધોળા દિવસે સોનાની દુકાનમાં બંધુક લઈને કરી લુંટ, CCTV ફૂટેજના આધારે પોલીસે કર્યા ચક્રો ગતિમાન

શહેરના પૂર્વ વિસ્તારમાં સતત ગુનાખોરી વધી રહી છે. ગુનેગારોને પોલીસનો ડર ના હોય તેમ બેફામ બનીને ગુનાને અંજામ આપી રહ્યા છે, ત્યારે નરોડા ફ્રૂટ માર્કેટ સામે ધોળા દિવસે સોનીની દુકાનમાં ઘૂસીને લૂંટ કરવાનો પ્રયત્ન કરાયો હોવાની ઘટના સામે આવી છે. લૂંટારું બેગ લઈને જતા હતા ત્યારે સોનીએ રોકતા સોનીના માથામાં બંદૂકના ઘા માર્યા હતા. આ સમગ્ર મામલે શહેરકોટડા પોલીસે સ્થળ પર પહોંચીને ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. અસારવા વિસ્તારમાં રહેતા સંજય સોનીની નરોડા ફ્રુટ માર્કેટ પાસે પેટ્રોલ પંપની પાસે શિવ કૃપા જવેલર્સ નામની દુકાન છે.

સંજયભાઈ સવારે ૯ઃ૩૦ વાગવા મિત્રને મળીને પોતાની દુકાને ગયા હતા. રોજની જેમ દુકાન પહોંચીને પૂજા કરી માલ ગોઠવી રહ્યા હતા. આ દરમિયાનમાં દુકાનમાં ૯ઃ૫૬ કલાકે અજાણ્યા ૨ શખ્સ મોઢે રૂમાલ બાંધીને આવ્યા હતા, જેમના હાથમાં બંદૂક પણ હતી. બંદૂક બતાવીને એક શખ્સે લૂંટ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ જ્યારે સંજયભાઈ બંદૂક સાથે આવેલા શખ્સોનો સામનો કર્યો તો બંને શખ્સોએ સંજયભાઈને બંદૂક વડે મારવાનું ચાલુ કર્યું હતું. માથાના ભાગે બંદૂકના પાછળના ભાગથી માર માર્યો હતો. ઇજા પહોંચાડીને બંને શખ્સોએ દુકાનની બેગ લઈને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. જાેકે, ઇજાગ્રસ્ત હાલતમાં સંજયભાઈએ બંને શખ્સનો સામનો કર્યો હતો. આ દરમિયાન બંને શખ્સોએ બેગ છોડી દીધી હતી.

આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતા. જેથી બંને શખ્સ દુકાન બહાર નીકળીને બાઇક લઈને નાસી ગયા હતા. આ અંગે પોલીસને જાણ થતાં ડીસીપી, એસીપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઇજાગ્રસ્ત સંજયભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પર પહોંચીને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે ફરિયાદ નોંધાવ પણ પોલીસે તજવીજ હાથ ધરી છે. મહત્વનું છે કે, હાલમાં ક્રાઈમ બ્રાન્ચમાં ૨૫ કિલો સોનાની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને જે મામલે પણ આરોપીઓ હાલ ફરાર છે અને તેમની તપાસ કરવામાં આવી રહી છે.

Follow Me:

Related Posts