fbpx
રાષ્ટ્રીય

દુનિયાના અમીરોમાં ૧૬ નવા ભારતીયોની એન્ટ્રી થઇ

ફોર્બ્સે વિશ્વના અબજાેપતિઓની ૨૦૨૩ની યાદી બહાર પાડી છે. જેમાં રેકોર્ડ ૧૬૯ ભારતીયોએ સ્થાન મેળવ્યુ છે. ગયા વર્ષે ૧૬૬ અબજાેપતિઓની સરખામણીએ આ વખતે ૩ અબજાેપતિ વધ્યાં છે. જાે કે સંપતિની બાબતમાં ૨૦૨૨ની લિસ્ટની સરખામણીએ ઘટાડો જાેવા મળ્યો છે. જે ૭૫૦ બિલિયન ડોલરની સરખામણીએ ૧૦ ટકા ઘટાડો થતાં ૨૦૨૩માં ૬૭૫ બિલિયન ડોલર થઈ છે. તો સાથે જ આ વર્ષે ૧૬ નવા ભારતીયોનો આ યાદીમાં સમાવેશ થયો છે. જાેકે, આમાંથી બે મહિલાઓને આ સિદ્ધિ વારસામાં મળી છે. રેખા ઝુનઝુનવાલાએ તેના પતિ રાકેશ ઝુનઝુનવાલાની જગ્યાએ સ્થાન મેળવ્યુ છે. જેઓ ભારતના વોરેન બફેટ તરીકે ઓળખવામાં આવતા હતા, જેમનું મોત ગયા વર્ષે ઓગસ્ટમાં થયુ છે. આ પછી રોહિકા સાયરસ મિસ્ત્રી સ્વર્ગસ્થ અબજાેપતિ પલોનજી મિસ્ત્રીની પુત્રવધૂ છે,

જેમનું જૂનમાં ૯૩ વર્ષની વયે અવસાન થયું હતું. તેમણે તેમની વિશાળ સંપત્તિ તેમના બે પુત્રો, શાપુર મિસ્ત્રી અને નાના સાયરસ મિસ્ત્રીને આપી હતી, જેમાં નાના સાયરસ મિસ્ત્રીની પણ તેમના પિતાના મૃત્યુના થોડા અઠવાડિયા પછી કાર અકસ્માતમાં મૃત્યુ થયુ છે. ૧૬ નવા ભારતીય અબજાેપતિઓમાં સૌથી નાના ૩૬ વર્ષીય નિખિલ કામથ છે, જેમણે તેમના મોટાભાઈ નીતિન કામથ સાથે ડિસ્કાઉન્ટ બ્રોકરેજ ઝેરોધાની સ્થાપના કરી હતી. બંને ભાઈઓની નેટવર્થ અનુક્રમે ઇં૧.૧ બિલિયન અને ઇં૨.૭ બિલિયન છે. ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણી કે જેમની સંપત્તિ લગભગ ઇં૧૦ બિલિયન છે. મહિન્દ્રાના ચેરમેન કેશબ મહિન્દ્રા સહિત ચાર લોકો આ વર્ષે યાદીમાં પાછા ફર્યા છે. કેશબ મહિન્દ્રા, ૯૯, સૌથી વૃદ્ધ ભારતીય અબજાેપતિ છે અને તેમની કુલ સંપત્તિ ઇં૧.૨ બિલિયન છે.

Follow Me:

Related Posts