ધારી ગીર પૂર્વના ચાચી પાણીયા રેંજના રેવન્યુ માંથી ચિંકારાના શિકાર સાથે ત્રણ આરોપી ઝડપાયા
અમરેલી – ધારી ગીર પૂર્વના ચાચી પાણીયા રેંજના રેવન્યુ માંથી ચિંકારાના શિકાર સાથે ત્રણ આરોપી ઝડપાયા. વન વિભાગ દ્વારા બાતમીના આધારે રેવન્યુ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી ચિંકારાના શિકાર સહિત શિકારીઓને ઝડપી પાડ્યા. વન વિભાગે ચાંચી પાણીયા અને દલખાણીયા રેન્જના સ્ટાફની બે અલગ અલગ ટીમો બનાવી ઓપરેશન પાર પાડ્યું. વન વિભાગ એ વન્ય પ્રાણી સરક્ષણ 1972 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. રેવન્યુ વિસ્તારમાંથી ચિંકારાના શિકાર સહિત આરોપી ઝડપાઇ જતા શિકારીઓમાં ફફડાટ ફેલાયો.
Recent Comments