અમરેલી બોટાદ ભાવનગર ત્રણ જિલ્લા માં પાંચ થી વધુ તાલુકા ના ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માંથી લાખો શ્રધ્ધાળુ ભાવિકો નો બુધવાર ની મોડી રાત્રી એ પદયાત્રા કરતા પહોંચ્યા દાદા ના દર્શને
પદયાત્રા કરતા શ્રધ્ધાળુ ભાવિકો માટે અમરેલી થી લઈ ભુરખિયા સિહોર તાલુકા ના ગ્રામ્ય થી લઈ ભુરખિયા ગારીયાધાર પાલીતાણા ના ગ્રામ્ય લઈ ભુરખિયા સુધી દશે દિશા એથી આવતા દરેક માર્ગો ઉપર નજીવા અંતરે ચા પાણી શરબત ઠંડા પીણાં અલ્પહાર ની સામાજિક સ્વૈચ્છિક સંસ્થા સંગઠનો દ્વારા અવિરત સેવા ઓ પદયાત્રી દર્શનાર્થીઓ માટે પોરા રૂપ બની
મંદિર પ્રશાસન ટ્રસ્ટ સમસ્ત ભુરખિયા ગામ પૂજારી પરિવાર સહિત શ્રી ભુરખિયા હનુમાનજી સેવક સમુદાય અને સરકારી તંત્ર વચ્ચે અદભુત સંકલન કાબિલે દાદ સુવિધા તાલુકા વહીવટી તંત્ર પ્રાંત પોલીસ પાણી પુરવઠા PGVCL સહિત સરકારી કચેરી ના તંત્ર ની અવિરત સેવા જોવા મળી દૂરસદુર થી આવતા ભાવિકો ની સંખ્યા ધ્યાને લઇ ગામ થી બહાર દરેક દિશા એ અલગ અલગ પાર્કિગ વ્યવસ્થા
અમરેલી લાઠી ઢસા દામનગર તરફ થીં ભુરખિયા તરફ આવતા પદયાત્રી ઓની સુરક્ષા માટે દરેક રૂરલ કે સ્ટેટ ના માર્ગો ઉપર ભારે વાહનો માટે પ્રવેશ બંધી કારગત સાબિત થઈ
ગુજરાત સરકાર ના પ્રવાસન વિભાગ માં સમાવિષ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પ્રશાસન તરફ થી શ્રધ્ધાળુ ભાવિકો માટે બપોર અને સાંજ બંને ટાઈમ એક પંગત માં મહાપ્રસાદ મેળવતા લાખો શ્રધ્ધાળુ ભાવિકો
શિસ્તબદ્ધ દર્શન કરતા ભાવિકો ના માર્ગ માં ધ્યાનાકર્ષક રીતે મેંદરડા ની સંસ્થા મનોદિવ્યાંગ બાળકો ને કુતહુલ વશ જોઈ આર્થિક મદદ કરતા દર્શનારથી ઓ
મંદિર પરિસર માં ફૂલ સ્ક્રીન વિડીયો પ્રોજેકટ દ્વારા લાઈવ દર્શન થઈ શકે તેવી વ્યવસ્થા
અભિભૂત કરતી બેનમૂન મંદિર ટ્રસ્ટ પ્રશાસન ની વ્યવસ્થા સાથે બુધવાર ની રાત્રી થી લઈ ગુરુવાર મોડી રાત્રી સુધી અવિરત આવતા દર્શનાર્થીઓ ભાવિકો માટે ભોજન ભજન યજ્ઞ દર્શન પૂજન અર્ચન ના ભવ્ય ધર્મલાભ સાથે ઉજવાયો દાદા નો જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
Recent Comments