OMICRON ના નવા XBB.૧.૧૬ વેરિઅન્ટે દેશમાં વધારી દીધી ચિંતા…, કેવી રીતે બચશો? જાણો
ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. સરકાર દ્વારા જારી કરાયેલા તાજેતરના આંકડા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં કોવિડના ૫ હજારથી વધુ કેસ મળી આવ્યા છે. આ સાથે હવે કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યા વધીને ૨૫ હજારથી વધુ થઈ ગઈ છે. હવે કોવિડ સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. એટલું જ નહીં, દરરોજ કોવિડના કેસ પણ સતત વધી રહ્યા છે. તે જ સમયે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ઉૐર્ં) પહેલાથી જ ચેતવણી આપી ચૂક્યું છે કે, ઓમિક્રોનનું નવું સ્વરૂપ ભારતમાં ચિંતાજનક દરે ફેલાઈ રહ્યું છે. એવું માનવામાં આવે છે કે, ર્ંદ્બૈષ્ઠિર્હ ઠમ્મ્.૧.૧૬નું નવું વેરિઅન્ટ તમામ જૂના વેરિઅન્ટ કરતાં વધુ ખતરનાક છે. એટલું જ નહીં, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એમ પણ કહ્યું હતું કે, ઓમિક્રોનના નવા વેરિઅન્ટ ઠમ્મ્.૧.૧૬માં ખૂબ જ ઝડપથી ફેલાઈ જવાની શક્તિ છે. આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે, લોકોએ કોરોનાથી બચવા માસ્કનો ઉપયોગ કરવો જાેઈએ.
આ વાયરસ હવામાં રહે છે. શ્વાસ દ્વારા, તે તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં પ્રવેશી શકે છે, અને તેને ચેપ લગાવી શકે છે. એટલું જ નહીં, લોકોને ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવાની પણ સલાહ આપવામાં આવી છે. જાેકે, સલાહ આપવામાં આવે છે કે, કોરોનાથી બચવા માટે, હાથ સાબુ અને પાણીથી સારી રીતે ધોવા જાેઈએ. પરંતુ જાે તમારી પાસે હેન્ડ સેનિટાઈઝર છે, તો તેનો ઉપયોગ પણ કરી શકાય છે. હવે તમે તમારી સાથે હેન્ડ સેનિટાઈઝર રાખી શકો છો અને તેનો નિયમિત ઉપયોગ કરી શકો છો. હવામાન બદલાવાની સાથે જ ઉધરસ, શરદી, તાવ અને શરદી જેવી ફરિયાદો પણ વધવા લાગે છે. પરંતુ આ ર્ંદ્બૈષ્ઠિર્હ ઠમ્મ્.૧.૧૬ વેરિઅન્ટના લક્ષણો પણ હોઈ શકે છે. આમાં, શરીરમાં ઓક્સિજનનું સ્તર અચાનક ઘટી શકે છે. આવી સ્થિતિમાં શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. જાે આવા કોઈ લક્ષણ જાેવા મળે, તો ઓક્સિજનનું સ્તર ઓક્સિમીટરથી તપાસી શકાય છે.
Recent Comments