અમદાવાદમાં પત્નીને બહાર મોકલીને પતિએ ઘરમાં ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું, કારણ છે ચોંકાવનારું!!
પત્નીને નેપાળ ફરવા મોકલી અને દીકરાને દર્શન કરવા મોકલીને પતિએ ઘરમાં ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હોવાનો કિસ્સો ઘાટલોડીયામાં સામે આવ્યો છે. કેસમાં નામ આવશે, તમારું સેંટીગ કરાવી દઇશ, તેવી બીક બતાવીને મિત્રએ આધેડ પાસેથી ૫૦ લાખ રૂપિયાની માંગણી હતી. આધેડે રૂપિયા નહીં આપતા મિત્ર રોજ માનસિક રીતે ટોર્ચર કરતો હતો. જેથી કંટાળીને તેમણે આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા કરતાં પહેલાં આધેડે સ્યુસાઇડ નોટ લખી હતી. જેના આધારે પોલીસે ગુનો દાખલ કર્યો છે. શું છે સમગ્ર મામલો?..તે જાણો.. ઘાટલોડીયા વિસ્તારમાં આવેલા સીપીનગરમાં રહેતા વર્ષાબેનએ ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં જૂના વાડજ વિસ્તારના રામાપીરના ટેકરામાં રહેતા પરષોતમ સોલંકી વિરૂદ્ધ આત્મહત્યાની દુષપ્રેરણાની ફરિયાદ કરી છે. વર્ષાબેન હાલ તેમના દિકરા યશ સાથે રહે છે અને તેમના પતિ દીલીપભાઇ આરટીઓ એજન્ટ હતા.
દીલીપભાઇ પાંચ છ મહિના પહેલા પરષોતમ સોલંકી અને યોગેશ મોદીના સંપર્ક આવ્યા હતા. યોગેશ અને પરષોતમના નાના મોટા કામ દીલીપભાઇ કરતા હતા. યોગેશ મોદી વિરૂદ્ધ ગુનો દાખલ થયો હોવાથી તેની ધરપકડ થઇ હતી. જેથી દીલીપભાઇ તેમને છોડાવવા માટે પ્રયત્નો કરતા હતા. યોગેશ મોદીની પત્ની નહીં હોવાથી તેમના બાળકોની જવાબદારી પણ દીલીપભાઇએ સંભાળી લીધી હતી. યોગેશ મોદીએ આપેલા રૂપિયા પુરા થઇ જતા દિલીપભાઇએ બહારથી રૂપિયા લાવીને પણ તેમને મદદ કરતા હતા. આ દરમિયાનમાં પરષોતમના ફોન દીલીપભાઇ પર આવતા હતા અને તેમને મળવા માટે બોલાવતા હતા. દીલીપભાઇએ કોઇ ગુનો આચર્યો નહીં હોવા છતાંય પરષોતમ તેમનું નામ ગુનામાં આવશે, સેટીંગ પડાવીને મેટર પતાવી દેવાનું કહેતા હતા. પરષોતમે મેટર પતાવી દેવા માટે ૫૦ લાખ રૂપિયાની માંગણી કરી હતી. દીલીપભાઇએ રૂપિયા આપવાની ના પાડતા પરષોતમ માનસિક ટોર્ચક કરતો હતો. કંટાળીને દીલીપભાઇએ ૩૦ લાખ રૂપિયા આપવાનું જણાવ્યુ હતું.
પરંતુ આટલી મોટી રકમ નહીં હોવાથી તે ટેન્શનમાં રહેતા હતા. વર્ષાબેન તેમને આશ્વાશન આપતા હતા અને બધું સારું થઇ જશે તેવું કહેતા હતા. પરષોતમ સોલંકી ઘરે આવીને રૂપિયાની ઉઘરાણી કરતા દીલીપભાઇએ ઘરે આવવાનું પણ બંધ કરી દીધુ હતું. ૨૩ ફેબ્રુઆરીના રોજ વર્ષાબેન તેમજ દીલીપભાઇને નેપાળ જવાનું હતું, પરંતુ દિલીપભાઇની ટિકિટ કન્ફોર્મ નહીં થતાં વર્ષાબેન એકલા નેપાળ જવા માટે નીકળ્યા હતા. મોડીરાતે દીલીપભાઇ ઘરે પહોચ્યા હતા. જેની માહિતી યશે તેની માતા વર્ષાબેનને મેસેજથી આપી હતી. બીજા દીવસે સવારે દીલીપભાઇએ યશને મંદિરમાં દર્શન કરવા માટે ઇસનપુર મોકલ્યો હતો. યશ દર્શન કરવા માટે ગયો ત્યારે દીલીપભાઇએ મંદીરના રુમમાં જઇને ગળેફાંસો ખાઇ લીધો હતો. દીલીપભાઇએ સ્યુસાઇડ કરતાં પહેલા સ્યુસાઇડ નોટ લખી હતી. યશ ઘરે આવ્યો ત્યારે તેના પિતાને લટકતા જાેઇને તરત જ તેની માતાને જાણ કરી દીધી હતી. દીલીપભાઇએ કરેલી આત્મહત્યા મામલે વર્ષાબેને ગઇકાલે ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં પરષોતમ સોલંકી વિરૂદ્ધ આત્મહત્યાની દુષપ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે.
Recent Comments