વિડિયો ગેલેરી

‘પુષ્પા ૨’નું ટીઝર જાેયા બાદ તમારા રુવાડા ઉભા થઈ જશે

અલ્લુ અર્જુનની મોસ્ટ અવેટેડ એક્શનથી ભરપુર ફિલ્મ પુષ્પાઃ ધ રાઇઝ’એ સમગ્ર ભારતમાં બોક્સ ઓફિસ પર ખૂબજ સારી કમાણી કરી હતી. આ ફિલ્મ દરેક ભાષામાં દર્શકોને પસંદ આવી હતી. પહેલા ભાગ પછી ‘પુષ્પા’ની ટીમ ટૂંક સમયમાં બીજા ભાગ માટે પણ દર્શકોની સામે આવવાની છે. ૦૮ એપ્રિલે અલ્લુ અર્જુનનો જન્મદિવસ છે, અને તેના એક દિવસ પહેલા જ નિર્માતાઓએ ‘પુષ્પાઃ ધ રૂલ’નું ટીઝર રિલીઝ કર્યું હતું. ડિસેમ્બર ૨૦૨૧માં રિલીઝ થયેલી ‘પુષ્પા’ને દક્ષિણ ભારતીય પ્રેક્ષકો તેમજ હિન્દી બેલ્ટમાં ખૂબ વખાણવામાં આવી હતી. સુકુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અલ્લુ અર્જુન એક એવા પાત્રમાં જાેવા મળ્યો હતો, જે ર્નિભય છે. તે લાલ ચંદનની દાણચોરી કરે છે, અને તેના દ્વારા તે ધીરે ધીરે ધનીક બને છે. આ ફિલ્મના અંતમાં કહેવામાં આવ્યું હતું કે, ‘પુષ્પા’ની વાર્તા અહીં પૂરી નથી થતી. જ્યારે પહેલો ભાગ પુષ્પાના ઉદયનું વર્ણન કરે છે, જ્યારે બીજા ભાગમાં તેના શાસનમાં ઉદયની વાર્તા બતાવવામાં આવશે. ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ‘પુષ્પા ૨’નો ક્રેઝ હતો.

Related Posts