અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયાનું માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે સન્માન
વડોદરા ખાતે શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ વડોદરા દ્વારા નૂતન કન્યા છાત્રાલય અને વર્કિંગ વુમન હોસ્ટેલ તેમજ કુમાર છાત્રાલયનું ભૂમિપૂજન તેમજ ખાતમુહૂર્ત બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાન શાહીબાગ અમદાવાદ પૂજ્ય સ્વામીશ્રી બ્રહ્મવિહારીદાસજી સ્વામી તથા ગુજરાતના યશસ્વી માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના મદદ હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું કરવામાં આવ્યું.
આતકે પૂજ્ય શ્રી બ્રહ્મવિહારીદાસજી સ્વામી, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સંસ્થાના પ્રમુખ શ્રી પી.પી કાનાણી સાહેબ દ્વારા અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયાનું સન્માન કરવામાં આવ્યું. આ તકે માનનીય કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, માનનીય શ્રી શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા સાહેબ, સરદાર ધામના પ્રમુખ શ્રી ગગજીભાઈ સુતરીયા સાહેબ, વાઘોડિયા વિધાનસભાના લોકપ્રિય માનનીય ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, સયાજીગંજ વિધાનસભાના માનનીય લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, સાવલી વિધાનસભાના માનનીય લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેતનભાઇ ઇનામદાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ડો. હિતેન્દ્રભાઈ પટેલ, વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી સતિષભાઈ પટેલ, સાવરકુંડલા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લાનું ગૌરવ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે સુરેશ પાનસુરીયા દ્વારા નવનિર્મિત સંકુલની અંદર રૂપિયા ૫૧ લાખનું અનુદાન આપવામાં આવ્યું હતું. અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ સંસ્થા દ્વારા થતા સેવા-સુવિધાના ઉમદા કાર્યની સરાહના કરી.
Recent Comments