fbpx
અમરેલી

અમરેલી જિલ્લાના મોટી કુંકાવાવ ખાતેડોબરીયા પરીવાર દ્રારા નિર્માણ પામેલ પરીશ્રમ દ્વારનું લોકાર્પણ

અમરેલી જિલ્લા મોટી કુંકાવાવ ગામ ખાતે દાતા શ્રી ગિરીશભાઈ મનસુખભાઈડોબરીયા દ્રારા નિર્માણ પામેલ પરીશ્રમ પ્રવેશદ્વારનું આજ રોજ અમરેલીના લોકપ્રિય સાંસદશ્રી નારણભાઈ કાછડીયા અને સંતોના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ હતું. આ તકે કુંકાવાવ સ્વામિનારાયણ ગુરૂકુળના સ્વામિ પૂ. શ્રી ગોવિંદ સ્વામી, સૂર્યમુખી હનુમાન મંદિરના મહંત પૂ. ભારતીબેન, પૂ. સંત શ્રી વામનબાપુ, કુંકાવાવ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ગોપાલભાઈ અંટાળા, અમરેલી નગરપાલીકા ચેરમેન શ્રી બ્રિજેશભાઈ કુરૂંદલે, પ્રદેશ કિસાન મોરચા સભ્ય શ્રી ભનુભાઈ ચોવટીયા, કુંકાવાવ સરપંચ શ્રી સંજયભાઈ લાખાણી, ઉપસરપંચ
શ્રી દેવેન્દ્રભાઈ ચોવટીયા સહિત સ્થાનીક આગેવાનો, સમસ્ત ડોબરીયા પરીવાર અને ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

Follow Me:

Related Posts