fbpx
બોલિવૂડ

રાઉડી રાઠોડની સિક્વલ માં અક્ષય કુમારની જગ્યાએ આ એક્ટર છે મેકર્સની પસંદ

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખિલાડી કુમાર તરીકે ફેમસ છે. એક્શન ફિલ્મો હોય કે કોમેડી હોય કે કોપ, એક્ટર દરેક રોલ ખૂબ જ સારી રીતે ભજવીને પોતાના ફેન્સનું દિલ જીતી લીધું છે. પરંતુ ગયા વર્ષથી અક્ષયની ફિલ્મો સતત ફ્લોપ રહી હતી. કેટલીક હિટ ફિલ્મોની રિમેકમાંથી પણ તેને પડતો મૂકવામાં આવ્યો હતો. હવે તેની બીજી હિટ ફિલ્મ રાઉડી રાઠોડમાંથી તેનું પત્તું કાપવામાં આવ્યું છે. એવી ચર્ચા છે કે રાઉડી રાઠોડની સિક્વલ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે, જેમાં અક્ષય કુમારની જગ્યાએ અન્ય એક્ટરને લેવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, ‘રાઉડી રાઠોડ ૨’માં અક્ષય કુમારની જગ્યાએ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાને લેવાની વાત સામે આવી રહી છે. આ ફિલ્મમાં તે પોલીસનો રોલ કરી રહ્યો છે. જાે કે, આ રિપોર્ટ્‌સ અંગે હજુ ઓફિશિયલ માહિતી બહાર આવી નથી. પરંતુ એવા રિપોર્ટ્‌સ છે કે શબીના ખાને હવે તેના પ્લાનને લોક કરી ચુકી છે અને આ ફિલ્મ માટે પોલીસ કોપની ભૂમિકા માટે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે વાત કરી રહી છે.

તે જ સમયે, સિદ્ધાર્થ મલ્હોત્રા પણ ‘રાઉડી રાઠોર ૨’માં રસ બતાવી રહ્યો છે અને તેણે આ રોલ માટે તૈયારી બતાવી છે. પરંતુ હજુ સુધી સિદ્ધાર્થના રોલને લઈને કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. સૂત્રોને ટાંકીને એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મને શબીના ખાન અને સંજય લીલા ભણસાલી પ્રોડ્યુસ કરશે અને એવી અપેક્ષા છે કે ફિલ્મનું શૂટિંગ પણ આગામી બે મહિનામાં શરૂ થઈ જશે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ રાઉડી રાઠોડ વર્ષ ૨૦૧૨માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર પોલીસના રોલમાં જાેવા મળ્યો હતો. તેની સામે સોનાક્ષી સિન્હા જાેવા મળી હતી. રાઉડી રાઠોડે બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી હતી. આ ફિલ્મ સુપરહિટ રહી હતી. તમને જણાવી દઈએ કે પ્રભુદેવા દ્વારા ડાયરેક્ટેડ આ ફિલ્મ ૨૦૦૬ની તેલુગુ બ્લોકબસ્ટર ‘વિક્રમાર્કુડુ’ની ઓફિશિયલ રિમેક હતી.

Follow Me:

Related Posts