સલમાન ખાને ૨ કરોડની બૂલેટપ્રૂફ કારમાં લટકાવ્યા લીંબૂ-મરચા!
સલમાન ખાન આજકાલ બે બાબતોને લઈને ચર્ચામાં છે. પહેલી તેની અપકમિંગ ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ માટે અને બીજી તેની નવી બુલેટપ્રૂફ કાર માટે. સુપરસ્ટારે હાલમાં જ પોતાના કાફલામાં નિસાન પેટ્રોલ એસયુવીની નવી બુલેટપ્રૂફ કાર સામેલ કરી છે, જેના વિશે લોકો ઇન્ટરનેટ પર ખૂબ સર્ચ કરી રહ્યા છે. સલમાન ખાન તેની અપકમિંગ ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં પોતાની નવી કાર સાથે વેન્યૂ પર પહોંચ્યો હતો અને લોકોની નજર કારમાં લાગેલા લીંબૂ-મરચા અને તેની નંબર પ્લેટ પર પડી હતી, જે સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યા હતા. સુપરસ્ટાર સલમાન ખાનને મળી રહેલી જાનથી મારી નાખવાની ધમકીઓને કારણે ઘણા સમયથી ચર્ચામાં છે. તાજેતરમાં પોલીસે તે વ્યક્તિની પણ ધરપકડ કરી હતી. પરંતુ આ ધમકીઓ વચ્ચે તેણે પોતાના કાફલામાં એક મોંઘીદાટ કાર સામેલ કરી છે જે બુલેટપ્રુફ છે. સલમાન ખાનની આ નવી કાર ખૂબ જ સ્ટાઇલિશ છે. ૨ કરોડની કિંમતની નવી જીેંફ કારને તેણે ઘણી મોડિફાય કરી છે. હાલમાં જ જ્યારે ભાઈજાન પોતાની કારમાં ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં પહોંચ્યો ત્યારે લોકોનું ધ્યાન તેની કાર તરફ ખેંચાયું હતું. કારની નંબર પ્લેટ પર લટકેલા લીંબુ અને મરચાં અને તેની કારના સ્પેશિયલ નંબર ૨૭૨૭એ લોકોને વિચારતા કરી દીધા. કારનો નંબર જાેયા પછી, ફેન્સ માને છે કે તેનું કનેક્શન તેના લક સાથે હોઇ શકે છે. સોશિયલ મીડિયા પર ફેન્સ પણ પોતાના તર્ક આપી રહ્યા છે.
ખરેખર, સલમાનનો બર્થ ડે ૨૭મી ડિસેમ્બરે છે અને તે આ નંબરને લકી માને છે.લોકોનું માનવું છે કે તેથી જ તેની કારનો નંબર ૨૭ છે. કારની નંબર પ્લેટની બાજુમાં જ લટકતા લીંબુ અને મરચાએ પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ જાેઈને ફેન્સ પૂછી રહ્યા છે કે શું સલમાન ખાન પણ આ બધી વાતોમાં વિશ્વાસ કરે છે? આખરે તેણે આ ‘નઝર બટ્ટુ’ને તેની કરોડોની કિંમતની કાર પર શા માટે લટકાવ્યું છે. જાે કે, કેટલાક લોકો માને છે કે આ બધું કરવું જાેઈએ અને કેટલાક તેને અંધશ્રદ્ધા સાથે જાેડી રહ્યા છે. જણાવી દઈએ કે નિસાન પેટ્રોલ (દ્ગૈજજટ્ઠહ ઁટ્ઠંિર્ઙ્મ) હજુ સુધી ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવી નથી, પરંતુ આ જીેંફ ગલ્ફ અને સાઉથ-ઈસ્ટ એશિયન માર્કેટમાં ઘણી ફેમસ છે. આ જીેંફને ઇન્ટરનેશનલ માર્કેટમાં બુલેટ પ્રૂફ કાર તરીકે ખૂબ પસંદ કરવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાનની આ નવી જીેંફને ઇમ્પોર્ટ કરીને ભારતમાં લાવવામાં આવી છે અને તેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેને કસ્ટમાઇઝ કરવામાં આવી છે. સલમાન ખાનના ગેરેજમાં અનેક લક્ઝરી કાર છે. નિસાનની આ એસયૂવી પહેલા સલમાન ખાન મોટાભાગે ટોયોટા લેંડ ક્રૂઝરમાં ફરતો જાેવા મળતો હતો. આ એસયૂવીને પણ સલમાને થોડા સમય પહેલા જ ખરીદી હતી. જેને ખાસ સેફ્ટીના દ્રષ્ટિકોણથી કસ્ટમાઇઝ કરવામાં આવી હતી. આ એસયૂવીમાં બુલેટપ્રૂફ ગ્લાસીસ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત સલમાન ખાન પાસે લેંડ રોવર રેંજ રોવર ઓયોબાયોગ્રાફી અને ઓડી આર૭ સ્પોર્ટબેક જેવી ઘણી લક્ઝરી કાર અને હેવી બાઇક્સ પણ છે.
Recent Comments