અનુસૂચિત જાતિ, વણકર સમાજ, ગુરુ બ્રાહ્મણ સમાજ સમસ્ત મેઘવાળ સમાજ દ્વારા પદ્મશ્રી હેમંત ચૌહાણનું સાવરકુંડલામાં બહુમાન કરાયું
તાજેતરમાં ભારત સરકાર દ્વારા કાઠીયાવાડ નાં એક માત્ર નિર્વ્યસની, નિરાભિમાની, મૃદુભાષી લોક ગાયક હેમંત ચૌહાણને રાષ્ટ્રપતિનાં વરદ હસ્તે પદ્મશ્રી એવોર્ડ અપાયો. જેમના સન્માનમાં પ પૂ.ધ.ધુ.૧૦૦૮ ગોવિંદેશ્વરગિરી મહારાજ, ગિરનારી આશ્રમ જુનાગઢ દ્વારા સનરાઈઝ સ્કૂલ ખાતે સન્માન સમારોહ યોજાયો. આ કાર્યક્રમમાં મેઘવાળ સમાજ, વણકર સમાજ, ગુરુ બ્રાહ્મણ સમાજના કલાસ વન અને ક્લાસ ટુ અધિકારીઓ અને આગેવાનોએ હાજર રહી હેમંત ચૌહાણનું બહુમાન કરાયું. આ સન્માન સમારોહનાં અધ્યક્ષ સ્થાને સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રતાપભાઇ ખુમાણ ઉપસ્થિત રહી પદ્મશ્રી હેમંત ચૌહાણ ને સાફો અને તલવાર ભેટ આપી બહુમાન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ગોવિંદ મહારાજે કર્યું હતું.
પ્રાસંગિક પ્રવચન પૂર્વ મામલતદાર રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું.તમામ જ્ઞાતિજનોએ હાર અને શાલ ઓઢાડી હેમંત ચૌહાણ નું સન્માન કર્યું હતું. કાર્યક્રમના અંતે પદ્મશ્રી હેમંત ચૌહાણે આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, પદ્મશ્રી મળ્યા પછી આ સૌપ્રથમ સન્માન મળ્યું છે ત્યારે અત્યારે હું દિલ્હી રાષ્ટ્રપતિ ભવન માં હોઉં તેવો એહસાસ થાય છે. અને મને જે આ પદ્મશ્રી એવોર્ડ નું સન્માન મળ્યું છે તે એકને એક માત્ર આપણા ગુજરાત ના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી સાહેબના કારણે જ, માટે તેમનો અને અમિત શાહ સાહેબનો આભારી છું. એવોર્ડ સ્વીકારતી વખતે માન. શ્રી મોદી સાહેબે પીઠ થાબડીને કહ્યું કે, કેમ છે, પંખીડા..!! અને આગામી તા ૩૦/૦૪ નાં રોજ સાંજે ૪.૦૦ થી ૬.૦૦ પૂ મોરારી બાપુની ઉપસ્થિત મા રાજકોટ શહેર ની આશરે એકસો જેટલી સંસ્થાઓ કાલાવડ રોડ ઉપર આવેલ એન્જીનીયરિંગ કોલેજ નાં હોલમાં સન્માન સમારોહ યોજેલ છે.
Recent Comments