ડૉ. બાબાસાહેબને ભાવવંદના કરતું સંવેદન ગૃપ

માનવસેવા અને રાષ્ટ્રધર્મને વરેલ સંસ્થા સંવેદન ગૃપ દ્વારા બંધારણના ઘડવૈયા, દેશના પ્રથમ કાયદા પ્રધાન, પીડિતો, શોષિતો, વંચિતોના મસીહા, ભારત રત્ન ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ પ્રસંગે મહા માનવને ભાવવંદના કરવામાં આવી. બાબા સાહેબ એટલે સંઘર્ષમય જીવનમાંથી ઘડાયેલ અણમોલ વ્યક્તિત્વ જેણે કલમની કમાલથી સંવિધાન રૂપે દેશનું ભવિષ્ય આલેખ્યું… આજના શુભ અવસરે અમરેલીના બસ સ્ટેશન પાસે ડૉ. આંબેડકરજીની પ્રતિમાને સંવેદન ગૃપના પ્રમુખ વિપુલ ભટ્ટી, ટ્રસ્ટી દિપક મહેતા, મેહુલ વાઝા, અશોક પાટણવાલા, ચેતન ચૌહાણ, વિપુલ ચરણદાસ, નૈષધ ચૌહાણે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
Recent Comments