પોરબંદરમાં સૌપ્રથમ સરકારી હોસ્પિટલમાં શરૂ થયો ‘ગર્ભ સંસ્કાર’ વોર્ડ
પોરબંદરમાં મેડિકલ કોલેજ શરૂ થતા તેનો લાભ દર્દીઓને થઈ રહ્યો છે. વિવિધ રોગના સર્જન સહિત તબીબોની નિમણુંક થતા સરકારી હોસ્પિટલમાં દર્દીઓને લાભ મળી રહ્યો છે, ત્યારે મેડિકલ કોલેજના ડીન ડો. સુશીલ કુમાર દ્વારા વધુ એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. ડો. સુશીલ કુમારે જણાવ્યું હતું કે, પોરબંદર જિલ્લાની એક માત્ર સરકારી લેડી હોસ્પિટલ ખાતે ગર્ભ સંસ્કાર વોર્ડનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વોર્ડ રાજ્યમાં પ્રથમ છે. તેમણે જણાવ્યું કે, ગર્ભ સંસ્કાર વોર્ડ રાજ્યમાં સરકારી હોસ્પિટલમાં હોય તેવું ધ્યાને આવ્યું નથી. પોરબંદરમાં ગર્ભ સંસ્કાર વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે અને આ વોર્ડ દરરોજ ચાલશે. ૧૬ સંસ્કાર માંથી ૧ સંસ્કાર ગર્ભ સંસ્કાર છે. જેમાં સગર્ભા બહેનો માટે યોગા અને મેડિટેશન આવે છે. સ્વસ્થ સમાજ અને રાષ્ટ્રના શ્રેષ્ઠ નિર્માણ માટે આ સંસ્કાર સારા ફળ આપે છે. આ સંસ્કારથી અવતરેલા બાળકને શારીરિક અને માનસિક ફાયદો થાય છે. જે માટે યોગા ટીચરની નિમંણૂક પણ કરવામાં આવી છે. બીજીતરફ આ સરકારી લેડી હોસ્પિટલ ખાતે ફિઝિયોથેરાપી વોર્ડ પણ શરૂ કરવામાં આવ્યો છે
અને એમપીટી ફિઝિયોથેરાપીની નિમંણુક પણ કરવામાં આવી છે. ખાસતો આ ફિઝિયોથેરાપી વોર્ડ શરૂ કરવામાં આવતા નોર્મલ ડિલિવરીનું પ્રમાણ વધશે તેવું જણાવ્યું હતુ. પોરબંદરની સરકારી રૂપાળીબા લેડી હોસ્પિટલ ખાતે ફિઝિયોથેરાપી વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે સાથે ગર્ભ સંસ્કાર વોર્ડ પણ શરૂ કરવામા આવ્યો છે આ વોર્ડ શરૂ થતા તબીબે એવુ જણાવ્યુ હતુ કે સર્ગભા અવસ્થામા મહિલાઓને ફિઝિયો થેરાપીની સારવાર મળવાથી કમરનાં દુખાવામાં, નાના મોટા સાંધાના દુખાવા, સાંધા જકડાઈ જવા સહિતની સમસ્યા નિવારી શકાશે. જરૂરીયાતમંદ પરિવારોની મહિલાઓને ખાનગી હોસ્પીટલમા સારવાર લેવી સામાન્ય રીતે પરવડે નહી, પરંતુ પોરબંદરની સરકારી રૂપાળી બા લેડી હોસ્પિટલમાં પુરતા તબીબો અને નર્સિગ સ્ટાફને કારણે સર્ગભા મહિલાઓને ઉત્તમ સારવાર મળી રહી છે હવે તે સુવિદ્યામા વધારો કરી અને ફિઝિયોથેરાપી અને ર્ગભ સંસ્કાર વોર્ડ શરૂ કરવામા આવ્યો છે.
Recent Comments