સી.એ.પી.એફ.ની પરીક્ષા ગુજરાતી સહિત ૧૩ પ્રાદેશિક ભાષાઓમાં આપી શકાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારનો ઐતિહાસિક ર્નિણય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુવાહિતકારી ર્નિણય માટે વડાપ્રધાન-ગૃહમંત્રીનો સમગ્ર ગુજરાતના યુવાનો વતી આભાર માન્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સેન્ટ્રલ આર્મ્ડ પોલિસ ફોર્સ-સી.એ.પી.એફ.ની ભરતી પરીક્ષા ગુજરાતી સહિત ૧૩ પ્રાદેશિક ભાષાઓમાં પણ લેવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના ર્નિણય માટે આભાર વ્યક્ત કર્યો છે.
મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના આ યુવા હિતકારી ર્નિણયને પરિણામે ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોના લાખો ઉમેદવારોને હવે સી.એ.પી.એફ. ભરતી પરીક્ષા પોતાની માતૃ ભાષા માં આપવાની તક મળશે તેનો હર્ષ વ્યક્ત કર્યો છે.
તેમણે ઉમેર્યું કે આ ર્નિણયથી યુવા શકિતનો સી એ પી એફ માં જાેડાઈને રાષ્ટ્રસેવા માટેનો ઉત્સાહ વધશે સાથોસાથ પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહન પણ મળશે.
Recent Comments