fbpx
અમરેલી

ખાંભા ના બાબરપરા ગીર માં આવેલ સુપ્રસિધ્ધ લટુરિયા હનુમાનજી ખાતે શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞ કથા યોજાશે.

તપોમૂર્તિ હઠયોગી સોળ વર્ષ થી ખડેશ્વરી સંત ના સાનિધ્ય માં સંગીતમય શૈલી માં ભાગવત કથા નું આયોજન…દરરોજ રાત્રે સંતવાણી નો કાર્યક્રમો અને સંત દર્શનનું આયોજન…ત્યાગ તિતિક્ષા ની તપોમૂર્તિ હઠયોગી ખડેશ્વરી પ.પૂ. ઘનશ્યામગીરી બાપુ ગુરૂબ્રહ્મલિન પ.પૂ. શિવશરણગીરી બાપુ છેલ્લા ૧૬ વર્ષ થી સતત ઉભા રહી કઠોર તપ સાધના માં પૂર્ણ થઈ. ખાંભા તાલુકા ના બાબરપરા ગીર ખાતે આવેલ સુપ્રસિધ્ધ લટુરિયા હનુમાનજી આશ્રમ ખાતે આગામી તારીખ.- ૨૧/૦૪ થી ૨૭/૦૪ ના રોજ સવારે ૯ થી ૧૨ અને બપોર ના ૩ થી ૬ સુધી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે આ સંગીતમય ભાગવત કથા નું વ્યાસપીઠ પર મહેશભાઈ જોષી ભીગરાડવાળા બિરાજશે.

આ ભાગવત દરમિયાન પોથીયાત્રા, કપિલ જન્મ, નૃસિંહ જન્મ, વામન જન્મ, શ્રીરામ જન્મોત્સવ, નંદ મહોત્સવ, ગોવર્ધન પૂજા, રૂકમણી વિવાહ, સુદામા ચરિત્ર વગેરે ધાર્મિક કાર્યક્રમો ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે આ તકે દરરોજ રાત્રે સંતવાણી કાર્યક્રમો યોજાશે. જેમાં લલિતાબેન ઘોડાદ્રા, ભગવતીબેન ગોસ્વામી, દલસુખ પ્રજાપતિ, હરિભાઈ ગઢવી વગેરે કલાકારો ઉપસ્થિત રહેશે તેમ આશ્રમ સેવક અમિતગીરી ગોસ્વામી ની યાદીમાં જણાવેલ. કથા, ભજન અને ભોજન ના ત્રિવેણી સંગમ માં ખાંભા, બોરાળા, બાબરપરા, ચક્રાવા, કંટાળા, ચક્રાવાપરા, ખડાધાર, દામનગર વગેરે ગામો ના ભાઈઓ બહેનો, સેવક સમુદાય સેવા કરી કથા શ્રવણ નો લાભ લેશે.

Follow Me:

Related Posts