સાવરકુંડલા શહેરના શ્રી કુંડલપુર હનુમાનજી મંદિરના પાટોત્સવ પ્રસંગે આયોજિત સુંદર કાંઠ પાઠ તથા સુંદર કાંડ હોમાત્મક પંચકુંડી યજ્ઞ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા.
સાવરકુંડલા શહેરના આસ્થાના કેન્દ્ર સમાન શ્રી કુંડલપુર હનુમાનજી મંદિરના પાટોત્સવ પ્રસંગે આયોજિત સુંદર કાંઠ પાઠ તથા સુંદર કાંડ હોમાત્મક પંચકુંડી યજ્ઞ પ્રસંગે ખૂબ જ ભાવસભર ઉમંગ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ખાતે ધાર્મિક કાર્યક્રમો યોજાયા. આ પ્રસંગે સાવરકુંડલા મેઇન બઝાર વેપારી સમાજ સેવકગણ તથા ભાવિકોએ દર્શનનો બહોળી સંખ્યામાં લ્હાવો લીધો હતો. આ મંદિરના મહંત શ્રી પૂજ્ય કરશનગીરી બાપુ, લઘુ મહંત શ્રી બાવબાપુ, દર્શનગીરી બાપુ વિવિધ સ્થળોએથી પધારેલ સંતો મહંતો તથા બગસરાના સુંદર કાંડ ગ્રુપ દ્વારા ખૂબ જ ભક્તિપૂર્ણ વાતાવરણમાં હનુમાનજી મહારાજની સ્તુતિ પાઠ કરી વાતાવરણને ખૂબ જ ધર્મમય બનાવ્યું હતું. સુંદર કાંડ હોમાત્મક પંચકુંડી યજ્ઞમાં આહુતિ આપતાં યજમાન પરિવારોએ પણ ખૂબ જ ભાવ અને શ્રધ્ધા સાથે ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ ધાર્મિક વિધિ કરી સ્યંમને હરિ કૃપાના ભાગ્યશાળી માનતા જોવા મળેલ.
Recent Comments