fbpx
ગુજરાત

મરચા નો ભાવ ગત વર્ષ કરતા ૨૫ ટકા વધુ મળતા ખેડૂતોને ફાયદો પણ ગ્રાહકોને પડશે મોંઘા

મોંઘવારીના મારે તમામ વર્ગોને રોવડાવ્યા છે, ત્યારે આ વર્ષે આખા વર્ષનું મરચું ઘરમાં ભરવાનો માર્ચ અને એપ્રિલ મહિનામાં સમય હોય છે. આવા સમયે ઉત્તર ગુજરાતનું જાેટાણાનું ફેમસ મરચું મોંઘુ બન્યું છે. ઉત્તર ગુજરાત, એમાં પણ મહેસાણા જિલ્લામાં કુદરતી આફતોનો સામનો કરી રહેલા ખેડૂતોને હવે રૂટિન ખેતી કરવી મુશ્કેલ બની છે. ત્યારે મહેસાણા જિલ્લાના જાેટાણા તાલુકામાં ખેડૂતો હિંમત નહિ હારી રોકડીયા પાક મરચાની ખેતી તરફ વર્ષોથી વળી ગયા છે. ખેતરમાં ઉત્પાદન થતા લીલા મરચાનો શાક માર્કેટમાં યોગ્ય ભાવ નહિ મળતા મરચાને છોડ પર જ સુકાવા દઈ મરચાના ડોડવા તૈયાર કરે છે અને ત્યાર બાદ સૂકા આખા મરચા જાેટાણા માર્કેટ યાર્ડમાં વેચે છે. જેના કારણે ખૂબ સારી આવક થઈ રહી છે.

આ વખતે કમોસમી વરસાદને કારણે ઉત્પાદન આ વિસ્તારમાં ઘટતાં ભાવ ગત વર્ષ કરતા ૨૫ ટકા વધુ મળતા ખેડૂતોને મોટો ફાયદો થયો છે પણ ગ્રાહકોને મરચા મોંઘા થતા રોવાનો વારો આવ્યો છે. જાેટાણા તાલુકામાં મોટા ભાગના ખેડૂતો મરચાની રોકડીયા પાકની ખેતી કરી રહ્યા છે. અનુકૂળ વાતાવરણના કારણે ઉત્પાદન પણ સારું થતું હોય છે પણ આ વર્ષે કમોસમી વરસાદ અને વાતાવરણમાં પલટો આવવાના કારણે ઉત્પાદન ઘટ્યું છે તો તેની સામે ખેડૂતોને ગત વર્ષ કરતા ભાવ ખૂબ સારા મળી રહ્યા છે.

ત્યારે આ સાલ આમ જનતા માત્ર મરચું ૨૫? મોંઘુ પડી રહ્યું છે. ગત વર્ષની જાે વાત કરીએ તો ૪૦૦ થી ૭૦૦ પ્રતિ મણ ડોડવાનો ભાવ મળતો હતો જે આ વર્ષે વધીને ૯૦૦ થી ૧૧૦૦ રૂપિયા મળતા ખેડૂતોમાં ખુશી જાેવા મળી રહી છે તો બીજી તરફ લોકોને ઘર માટે ખરીદવા નું ૨૫? મોંઘુ થયું છે. ઊંઝા જેમ મસાલા માર્કેટની ઓળખ ધરાવે છે તેમ જાેટાણામાં મરચાનું મોટું માર્કેટ જાેવા મળી રહ્યું છે. અહીં અનેક ખેડૂતો વહેપારિયો બની મરચાને દળીને બિઝનેશ કરવા પોતાની દુકાનો બનાવી વ્યવસાય પણ કરી રહ્યા છે. જાેટાણાનું મરચું મહેસાણા જિલ્લા સહિત આજુબાજુમાં ૨૦૦ કિમિ સુધી વેચાણ પણ થઈ રહ્યું છે. આમ જાેટાણા તાલુકો વિકાસથી ચોક્કસ પાછળ છે પણ વ્યવસાયથી અગ્રેસર બની એક આગવી ઓળખ ઉભી કરવામાં ચોક્કસ સફળ સાબિત થયો છે અને મરચું ભલે તીખું હોય પણ તેની મીઠાસ આસપાસના ૨૦૦ કિમિ સુધી ફેલાઈ છે. મહેસાણામાં આવેલ જાેટાણા તાલુકોના રવિ સીઝનમાં ઉત્પાદન થતા લાલ-લીલા મરચાં જાેટાણા પંથક માટે ગૌરવ અપાવે છે. આ વિસ્તારમાં કાળી અને રાતી ફળદ્રુપ જમીન મરચાંના છોડ માટે અનુકૂળ હોઈ અહીં લાંબા અને લાલ ચટ્ટાક દેશી મરચાનું ઉત્પાદન થાય છે. જાેટાણા પંથકનું મરચુ દેખાવે અને સ્વાદે અન્ય મરચાની સરખામણી કરતા ચડિયાતું હોય છે. જાેટાણાના મરચાંની સુવાસ અને સ્વાદ દેશ વિદેશમાં પથરાયેલ હોઈ અહીં દૂર દૂરથી ગ્રાહકો અહી મરચુ ખરીદવા આવે છે. અહીંના દેશી મરચાની ખાસિયત એ છે કે સ્વાદે મીઠું અને ઠંડક વાળુ હોય છે. ૧૨ મહિના સુધી અહીંના મરચાંનો કલર એવો જ રહે છે.

Follow Me:

Related Posts