કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની ઠાંસા જતી લાઈન માં ભંગાણ રિપેરીગ ક્યારે
દામનગર કાળુભાર પાણી પુરવઠા બોર્ડ થી ઠાંસા ગામે જતી પાણી ની લાઈન માં ભંગાણ રિપેરીગ ક્યારે ? કોન્ટ્રકબેજ થી ચાલતા પાણી પુરવઠા બોર્ડ માં કર્મચારી ઓને વગર ફરજે પાણી વેચવા નો પરવાનો છે ?
ઠાંસા ગામે પાણી માટે ટળવળતા પ્લોટ વિસ્તાર ગ્રામજનો ને ઘણા દિવસો થી પાણી વિહોણો કેમ ?પોતા ના અંગત વેપાર ધંધામાં રચ્યા પચ્યા રહેતા પાણી પુરવઠા ના કર્મચારી ઓની બેદરકારી એ પાણી પુરવઠો ડમ્પીગ સાઈડ બની ગયો છે ખારાપાટ વિસ્તારો સહિત ૨૮ ગ્રામ્ય વિસ્તાર ને ફ્લોરાઈડ મુક્ત કરવા નેધરલેન્ડ સરકાર ના સહયોગ થી તત્કાલીન ધારાસભ્ય સ્વર્ગીય ખોડીદાસભાઈ ઠક્કર ની દુરંદેશી એ બનેલ કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની કચેરી નો કાળો કારોબાર અધિકારી ઓની મહેરબાની એ ચાલે છે વારંવાર લાઈનો તૂટવી ગામડા માં જતી લાઈનો માંથી ગેરકાયદેસર કનેક્શનો આપવા કોન્ટ્રાક બેજ પાણી પુરવઠા ની સંચાલન કરાતું હોય તો આ કર્મચારી ઓની ફરજ ક્યાં ડિવિઝન માં છે ?
દામનગર પાણી પુરવઠા નું સંચાલન કોન્ટ્રાક બેજ અપાયું હોય તો આ કર્મચારી ઓને પાણી ની લાઈનો માંથી લાગતા વળગતા ઓને કનેક્શન આપી પોતા ની વાહવાહી કરવા કોણે અધિકાર આપ્યો ? કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની કચેરી નો ઇમલો સરકાર ની મંજૂરી કે અપસેટ નક્કી કર્યા વગર બારોબાર વેચી માર્યા ની ફરિયાદો અને વગર નોકરી એ પગાર મેળવતા ગુલાટીબાજ કર્મચારી અન્ય શહેરો માં રહી ફરજ નહિ બજાવતા સામે વારંવાર ઉઠતી ફરિયાદો છતાં પાણી પુરવઠા તંત્ર ના ઉચ્ચ અધિકારી ઓ છુપ કેમ? અન્ય શહેરો માં રહી દામનગર ખાતે કાળુભાર માં નોકરી દર્શાવી ફરજ ના વર્ષો થી એકજ જગ્યા એ ચપીકી ગયેલ પાણી પુરવઠા બોર્ડ ની ધોરબેદરકારી થી રાભડા ગામ ના ખેડૂત ની સંપૂર્ણ જમીન પણ ધોવાઈ ગયા ની તંત્ર માં વારંવાર રજૂઆતો કરાય છે અત્યારે કાળજાળ ઉનાળા ની ગરમી માં લાઠી તાલુકા ના ઠાંસા ગામે પાણી પુરવઠા બોર્ડ ની દામનગર ઓવરહેડ થી જતી લાઈન તૂટી દિવસો સુધી રિપેરીગ નહિ કરતા સંપૂર્ણ પ્લોટ વિસ્તાર પાણી માટે ટળવળી રહ્યો છે ત્યારે પાણી પુરવઠા બોર્ડ નું તંત્ર પોતા ના અંગત વેપાર ધંધામાં લીલા લહેર કરી રહ્યું છે અને સગા સબંધી ઓ ને ગામડા મા જતી લાઈનો માંથી કનેક્શનો આપી વાહવાહી મેળવી રહ્યા છે દામનગર કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની કચેરી ના કાળા કારોબાર અંગે ઉચ્ચસ્તરીય તપાસ ની માંગ એસ સી કાર્યપાલક ઈજનેર જળ ભવન જૂનાગઢ ગાંધીનગર સહિત ના વિભાગો માં કરાય છે સંપૂર્ણ રેઢી કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની કચેરી માં મોટા ભાગ નો સિલ્કી સમાન અને ઉભો ઇમલો સગેવગે કરી મોટો ભ્રષ્ટાચાર આચરનાર સામે તંત્ર સામે ફરી એકવાર તપાસ ની માંગ કરવા મેદાને આવી સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ
Recent Comments