વિશ્વભરમાં ઘણી ઐતિહાસિક વારસાની જગ્યાઓ છે, જેને જાેવા માટે લોકો દૂર-દૂરથી પહોંચે છે. આ વિરાસતો માત્ર જૂની સંસ્કૃતિનો અહેસાસ જ નથી, પરંતુ પોતાની સાથે જાેડાયેલી કહાનીઓ પણ જણાવે છે. તેથી દર વર્ષે ૧૮ એપ્રિલને વિશ્વ ધરોહર દિવસ એટલે કે વર્લ્ડ હેરિટેજ ડે તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આવો જાણીએ આ દિવસની ઉજવણી કેવી રીતે શરૂ થઈ, તેનો ઈતિહાસ અને મહત્વ… વિશ્વ ધરોહર દિવસનો શું છે ઇતિહાસ?.. તે જાણો.. વર્ષ ૧૯૮૨માં ૧૮મી એપ્રિલે વિશ્વ ધરોહર દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી અને માત્ર ૧ વર્ષ પછી એટલે કે વર્ષ ૧૯૮૩માં યુનેસ્કો જનરલ એસેમ્બલીએ તેને સંપૂર્ણ રીતે માન્યતા આપી, જેનાથી લોકોમાં સાંસ્કૃતિક વારસાના મહત્વ વિશે જાગૃતિ વધી. વર્ષ ૧૯૮૨ માં, ૧૮ એપ્રિલના રોજ, ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ દ્વારા ટ્યુનિશિયામાં પ્રથમ ‘વર્લ્ડ હેરિટેજ ડે’ ઉજવવામાં આવ્યો હતો. આ વખતની વર્લ્ડ હેરિટેજ ડે ૨૦૨૩ ની થીમ વિષે પણ જાણો… ૧૯૮૩ થી, ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સે એક થીમ સેટ કરી છે અને દર વર્ષે અલગ થીમ સાથે ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે વર્લ્ડ હેરિટેજ ડે ‘હેરીટેજ ચેન્જીસ’ થીમ હેઠળ ઉજવવામાં આવશે. વિશ્વ ધરોહર દિવસનો હેતુ શું છે તે જાણો… રોજ ઉજવવામાં આવતા વિશ્વ ધરોહર દિવસનો હેતુ વિશ્વભરમાં માનવ ઇતિહાસ સાથે સંકળાયેલા ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પ્રાકૃતિક સ્થળોને સાચવવાનો છે, જેના માટે લોકોને જાગૃત કરવા ખૂબ જ જરૂરી છે. વિશ્વ ધરોહર દિવસનું મહત્વ શું છે તે જાણો… લોકો માટે આ હેરિટેજ સાઇટ્સને જાેવા અને જાણવા માટે પર્યટન ખૂબ જ મોટું માધ્યમ બની ગયું છે. દેશના વિવિધ દેશોમાં સ્થિત આ હેરિટેજ સાઇટ્સ પ્રકૃતિની સાથે સાથે માનવીની સર્જનાત્મકતા અને કલાત્મકતા પણ જણાવે છે. તેથી તેમની સુરક્ષા કરવાની જવાબદારી દરેક નાગરિકની હોવી જાેઈએ… વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ. જેને તમે ઈતિહાસની એ યાદો કહી શકો, જે આજે પણ આપણી સામે ટકી રહી છે. આંતરરાષ્ટ્રીય સંસ્થા યુનેસ્કો આ વર્લ્ડ હેરિટેજ સ્થળોની જાળવણી માટે જવાબદાર છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ પરના નવા રિપોર્ટ વિશે વાત કરીએ તો, ઇટાલી વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જેની પાસે સૌથી વધુ કુલ ૫૮ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે. વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ ચીન વિશ્વનો સૌથી મોટો દેશ છે. હેરિટેજ સાઇટ્સમાં તે બીજા ક્રમે આવે છે. ચીનમાં આવા કુલ ૫૬ સ્થળો છે, જેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે ત્રીજા નંબરે જર્મની આવે છે, જેની પાસે ૫૧ વૈશ્વિક સ્થળો છે. સ્પેન ચોથા નંબર પર છે, તેની પાસે ૪૯ વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે. ફ્રાન્સ ૪૧ સાઈટ સાથે યાદીમાં પાંચમા નંબરે છે.
કેમ ૧૮ એપ્રિલે જ સમગ્ર વિશ્વમાં ‘વર્લ્ડ હેરિટેજ ડે’ ઉજવવામાં આવે છે જાણો

Recent Comments