fbpx
અમરેલી

વિકાસ એટલે  પીડિત શોષિત અને ગરીબી નિર્મૂલનની વાતો શું કેવળ પુસ્તકના થોથાંમાં જ  હશે? 

પ્રસ્તુત તસવીરમાં એક પરિવારની સાંપ્રત આર્થિક સ્થિતિની કેવી કરુણ  કટોકટીની પળો દર્શાવે છે..એક તરફ જીવનને સંઘર્ષથી મુકત કરવાની મથામણમાં માતૃત્વની સંવેદના તો બીજી તરફ એક પિતાનો પોતાના લાડકવાયા સંતાનના ભવિષ્ય માટેની સતત ચિંતાનું ચિંતન કદાચ પ્રસ્તુત તસવીરમાં જોઈ શકાય છે… જીવન એટલે સતત સંઘર્ષ અને હરપલ અડગ રહીને સંતાનના  ઉજ્જવળ ભવિષ્ય માટે અનિમેષ નજરે એક આશાસ્પદ અરુણા પ્રભાતનો ઇંતેજાર . કદાચ કોઈ રાજકીય પક્ષનું બેનર પણ એક મા માટે તો તેના વ્હાલસોયા સંતાન માટે ઘોડિયાની ગરજ સારતું હોય તેવું લાગે છે. વો સુબહ કભી તો આયેગી એ સંદર્ભમાં આંખોના અરમાન અને હ્રદયનાં સ્પંદન પણ હવે સંકેત આપે છે કે બસ અબ બહુત હો ગયા સરકાર .યે જીના ભી હુઆ હૈ અબ બડા દુષ્વાર..સુન લો તુમ ભી  યે ગરીબી કી તહેદિલ સે પુકાર.

Follow Me:

Related Posts