સાવરકુંડલા ખાતે વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિરની આરોગ્ય લક્ષી નિશુલ્ક સેવાને ધ્યાને લઈને દાતાશ્રી વિઠ્ઠલભાઈ દેવરાજભાઈ કથીરિયાએ રૂપિયા ૧૧૦૦૦૦૦ અગિયાર લાખ આ આરોગ્ય મંદિરને દાન પેટે અર્પણ કરતાં આરોગ્ય મંદિર વતી સંસ્થાના સ્થાનિક ટ્રસ્ટી ભરતભાઈ જોષીએ પટેલવાડી ખાતે યોજાયેલ ભાગવત કથા દરમિયાન પોતાના વક્તવ્યમાં જાહેર આભાર માન્યો. પ્રભુ અન્યને પણ આવી લોકસેવાના આરોગ્યલક્ષી અભિયાનમાં આ આરોગ્ય મંદિરને દાન અર્પણ કરવાની પ્રેરણા આપે તેવી મંગલ કામના પણ
વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર એટલે આરોગ્ય ક્ષેત્રે એક વિશિષ્ટ ઓળખ પ્રસ્થાપિત કરનાર હોસ્પિટલ આ હોસ્પિટલનું સૌથી અનોખું પાસું તો એ છે કે અહીં અમીર ગરીબ, નાત જાતના ભેદભાવ વગર અહીં આવતાં તમામ દર્દીઓની સારવાર દવા સંપૂર્ણ નિશુલ્ક ધોરણે પ્રદાન કરવામાં આવી રહી છે. આવી અનોખી માનવસેવાની આરોગ્યલક્ષી સેવા જોઈને દાતાશ્રીઓ અહીં દિલખોલીને દાન કરે છે. આ સંદર્ભે સાવરકુંડલા ખાતે પટેલ વાડી ખાતે યોજાયેલ ભાગવત કથા દરમિયાન શ્રી વિઠ્ઠલભાઈ દેવરાજભાઈ કથીરિયા કે જેમણે રૂપિયા અગિયાર લાખ ૧૧૦૦૦૦૦ આ આરોગ્ય મંદિરની પ્રવૃત્તિને જોઈને શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરને દાન પેટે અર્પણ કરેલ. સાવરકુંડલા શહેરમાં પટેલ વાડી ખાતે યોજાયેલ ભાગવત કથા દરમિયાન વિદ્યાગુરુ ફાઉન્ડેશનના સ્થાનિક ટ્રસ્ટી શ્રી ભરતભાઈ જોશી સાહેબ દ્વારા દાતાશ્રીનો આભાર માનવામાં આવેલ અને જણાવ્યું હતું કે સમાજના દરેક વર્ગના લોકો પણ જો રોજનો એક રૂપિયો આ સંસ્થા માટે અનુદાન પેટે ફાળવે તો પણ આ સંસ્થાની મોટાભાગની જરૂરિયાત પૂર્ણ થઈ શકે.. અને હજુ શ્રેષ્ઠતમ સેવાઓમાં ઉતરોતર વૃધ્ધિ થઈ શકે. આ સંસ્થામાં દાન અર્પણ કરનાર વ્યક્તિને પૈસા લેખે લાગ્યાનો આત્મસંતોષ પણ મળે. શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર દિનપ્રતિદિન આરોગ્ય સેવા ક્ષેત્રે નવા આયામો રચવા જઈ રહી છે. હા, આ આરોગ્ય મંદિરની આરોગ્યલક્ષી સેવા જોઈને દેશ વિદેશમાંથી પણ દાનનો પ્રવાહ વહેતો હોય છે પરંતુ જેમ ગોવર્ધન પર્વત ટચલી આંગળીએ ઉચકતી વખતે ગોવાળિયાઓએ કરેલ લાકડીના ટેકા માફક આમજનતાનો સહયોગ પ્રાપ્ત થાય તો સોનામાં સુગંધ ભળે તે વાત સોટકા સત્ય છે.
Recent Comments