કમલ હાસનની ફિલ્મમાં પહેલી વાર લીડ રોલ કરશે નયનતારા
સાઉથની ઈન્ડસ્ટ્રીમાં લેડી સુપર સ્ટાર ગણાતી ‘નયનતારા’ બોલિવૂડના કિંગ શાહરૂખ ખાન સાથે ‘જવાન’માં લીડ રોલ કરી રહી છે. જવાનની રિલીઝ પહેલાં સાઉથના સુપર સ્ટાર કમલ હાસનની સાથે પહેલી વાર સ્ક્રિન શેર કરવાની ઓફર નયનતારાને મળી છે. રિપોર્ટ્સ મુજબ, કમલ હાસનની ફિલ્મમાં નયનતારાને લીડ રોલ ઓફર થયો છે. અગાઉ આ ફિલ્મમાં ત્રિશા ક્રિશ્નને લીડ રોલમાં લેવાની વિચારણા થઈ હતી. ત્રિશાએ અગાઉ ત્રણ ફિલ્મમાં સાથે કામ કર્યું છે. મણિરત્નમના ડ્રીમ પ્રોજેક્ટ પોન્નિયન સેલ્વન ૨માં પણ ત્રિશાનો મહત્ત્વનો રોલ છે. અત્યારે આ ફિલ્મનું પ્રમોશન પૂર જાેશમાં ચાલી રહ્યું છે. કમલ હાસનની આગામી ફિલ્મનું નામ હજુ નક્કી થયું નથી અને તેને હાલ દ્ભૐ૨૩૪ તરીકે ઓળખવામાં આવે છે. આ ફિલ્મ સાથે સાઉથના ટોચના ડાયરેક્ટર મણિરત્નમ અને મ્યૂઝિક કમ્પોઝર એ.આર. રહેમાન પણ જાેડાયેલા છે. પોન્નિયન સેલ્વન ૨માં પણ મણિરત્નમ અને રહેમાને સાથે કામ કર્યું છે. જેના કારણે ત્રિશા તેમની પહેલી પસંદગી છે. મણિરત્નમે અગાઉ ૧૯૮૭માં રિલીઝ થયેલી નાયકનમાં કમલ હાસન સાતે કામ કર્યું હતું. આ ફિલ્મને એવરગ્રીન એક્શન ડ્રામા મનાય છે. મણિરત્નમ અને કમલ હાસન ફરી વખત પણ એક્શન-થ્રિલર જ બનાવે તેવી શક્યતા છે. નયનતારા સાઉથના શો મેન એટલીના ડાયરેક્શનમાં બની રહેલી જવાનમાં શાહરૂખ સાથે લીડ રોલ કરી રહી છે. જયમ રવિ સાથે તેની તમિલ ફિલ્મ પણ રિલીઝ થવાની છે. આ ઉપરાંત નામ વગરની એક ફિલ્મમાં પણ તે છે. કમલ હાસન હાલ ઈન્ડિયન ૨નું શૂટિંગ કરી રહ્યા છે એ મણિરત્નમને ૨૮ એપ્રિલે રિલીઝ થઈ રહેલી પોન્નિયન સેલ્વન ૨ના પ્રમોશનની ચિંતા છે. આમ, કમલ હાસનના આગામી પ્રોજેક્ટ સાથે સંકળાયેલા બધા સ્ટાર્સ હાલ બિઝી છે. તેથી દ્ભૐ૨૩૪ અંગે સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી રાહ જાેવી રહી.
Recent Comments