ગૌરવ પથ હોય કે વિકાસ પથ રેલવે ફાટક પાસે વેજનાથ મંદિર સામે અને મોટા બસ સ્ટેન્ડ પાછળ પાલિકા ના વીજ પોલ ને ફાઉન્ડેશન ભરો
દામનગર શહેર માં ભુરખિયા રોડ રેલવે ફાટક શ્રી વેલનાથ મંદિર સામે આવેલ રસ્તો ગૌરવ પથ હોય કે વિકાસ પથ રસ્તા વચ્ચે ના વીજ પોલ નું ફાઉન્ડેશન ભરવું જરૂરી આ ફાઉન્ડેશન સંપૂર્ણ તુટી ને રોડ વચ્ચે પડેલ છે સ્થાનિક નગરપાલિકા હસ્તક ના આ વીજ પોલ ને ફાઉન્ડેશન ભરી રાહદારી ઓને ભય મુક્ત કરવા જોઈ મોટા બસ સ્ટેન્ડ પાસે દિવાળી પહેલા અકસ્માત થી પડું પડું થતા વીજ પોલ ને પણ ફાઉન્ડેશન ભરી રાહદારી ઓની સુરક્ષા માટે પાલિકા તંત્ર એ કાર્યવાહી કરવી જોઈએ વારંવાર રજૂઆતો કરી સ્થાનિક રહીશો થાકી ગયા છે નાની નાની સમસ્યા ઓ ઉકેલવા પ્રત્યે પાલિકા તંત્ર ની ઉદાસીનતા કેમ ? લાખો રૂપિયા નો આવશ્યક સેવા પાછળ ખર્ચ અને આવશ્યક સેવા અંગે મોબાઈલ નંબર અને કમલેન્ડ રજીસ્ટર માં લખાયેલ ફરિયાદો છતાં આવી સમસ્યા ઓ નહીં ઉકેલતા સ્થાનિકો ની કચવાટ આ અંગે બેદરકારી કોની ? કોન્ટ્રકટર કે પાલિકા ની ? લાખો ના ખર્ચ પછી યોગ્ય દેખરેખ નો અભાવ
Recent Comments