ઝડપથી પ્રસરે છે આ નવો વેરિયંટ, ચેપ ફેલાવવાની ક્ષમતા વધારે
કોરોનાના કેસ ફરી એકવાર દેશમાં વધી રહ્યા છે. આ વખતે કોરોનાનું આર્કટુરસ વેરિયંટ ભારત સહિત દુનિયાના અલગ અલગ દેશો માટે નવી સમસ્યા બની ગયું છે. ઉૐર્ં ના જણાવ્યા અનુસાર કોરોનાનું આ નવો પ્રકાર ૨૯ દેશોમાં ફેલાઈ ગયું છે. આ નવો પ્રકાર અગાઉના વેરિયંટ કરતાં વધુ ઝડપથી ફેલાય છે. આર્કટુરસ ઓમિક્રોનનું નવું સબ-વેરિયન્ટ ઠમ્મ્.૧.૧૬ છે. ભારતની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં કોરોનાના નવા કેસોમાં જાેરદાર ઉછાળો આવ્યો છે. તેવામાં દેશના જાણીતા ડોક્ટરોએ કોરોનાના આ નવા સબ-વેરિયંટ આર્કટુરસના કેટલાક મુખ્ય લક્ષણો વિશે જણાવ્યું છે, જેને જાણીને તમે પણ સમયસર સાવધાન થઈ સારવાર શરુ કરી શકો છો. આર્કટુરસના પરીક્ષણ દર્શાવે છે કે તેની ચેપ ફેલાવવાની ક્ષમતા વધારે છે. સંશોધન અનુસાર આ વેરિયંટ અગાઉના વેરિયંટ કરતા ૧.૨૭ ગણો વધુ ચેપી છે. ટોક્યો યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ તેને એન્ટિબોડીઝ માટે મજબૂત પ્રતિરોધક ગણાવ્યું છે. આ સાથે જ ચેતવણી આપી છે કે તે સમગ્ર વિશ્વમાં ફેલાઈ શકે છે. નિષ્ણાંતોના મતે આ નવો વાયરસ રોગપ્રતિકારક શક્તિને પણ છેતરી શકે છે અને ગંભીર સમસ્યાનું કારણ બની શકે છે. ડોકટરોના જણાવ્યા અનુસાર આ ચેપમાં કેટલાક અલગ-અલગ લક્ષણો જાેવા મળી રહ્યા છે. જે અગાઉના ર્ંદ્બૈષ્ઠિર્હ માં આટલું જાેવા મળતા ન હતા. આ વખતે વ્યક્તિના શરીરમાં તીવ્ર દુખાવો, લાંબા સમય સુધી ચાલતી ઉધરસ, પેટમાં ખેંચ આવવી, ગેસની સમસ્યા અને ઝાડા જેવા લક્ષણો જાેવા મળી રહ્યા છે. આ ઉપરાંત તેમાં બંધ નાક, નાકમાંથી પાણી નીકળવું, તાવ આવવો જેવા લક્ષણો પણ જાેવા મળે છે.
Recent Comments