fbpx
બોલિવૂડ

હોલિવૂડની એક્શન ક્વીન એન્જેલિના જાેલી અને હેલ બેરી આ નવા પ્રોજેક્ટ પર કરશે કામ

વોર્નર બ્રધર્સે આખરે એક્શન થ્રિલર ‘મૌડે ફ. મૌડે’ની સ્ક્રિપ્ટના રાઈટ્‌સ ખરીદવામાં સફળતા મેળવી છે. આ ફિલ્મમાં એન્જેલિના જાેલી અને હેલ બેરીના લીડ રોલ છે. તેની સ્ક્રિપ્ટ ખરીદવા માટે હોલિવૂડના અનેક સ્ટુડિયો વચ્ચે સ્પર્ધા જામી હતી. જેમાં સૌથી વધુ બોલી લગાવીને રાઈટ્‌સ ખરીદવામાં વોર્નર બ્રધર્સને સફળતા મળી છે. આ પ્રોજેક્ટની વધારે માહિતી હજુ બહાર આવી નથી. એન્જેલિના અને હેલ બેરીની આ એક્શન થ્રિલર ફિલ્મને વર્લ્ડ વાઈડ રિલીઝ કરવામાં આવશે. તેની સ્ક્રિપ્ટ સ્કોટ મોસિયરે લખી છે અને ડાયરેક્શન રોસેન લિઆંગ કરવાના છે. હેલ બેરીની ભાગીદારી ધરાવતી આરકે ફિલ્મ્સ અને હેલહોલિ બ્રાન્ડ દ્વારા તેનું પ્રોડક્શન કરવામાં આવશે. ફિલ્મના રાઈટ્‌સ માટે હોલિવૂડના દિગ્ગજ સ્ટુડિયો વચ્ચે હરિફાઈ હતી. જેમાં કરોડો ડોલરની બોલી લગાવીને વોર્નર બ્રધર્સે રાઈટ્‌સ મેળવી લીધા છે. એન્જેલિના જાેલી અને હેલ બેરીના એક્શન સીન્સ અને સ્ટન્ટ માઈલ સ્ટોન ગણવામાં આવે છે. બોલિવૂડની ઘણી એક્ટ્રેસે તેમના એક્શન સીક્વન્સની નકલ કરેલી છે. હેલ બેરીએ જાેન વિકઃ ચેપ્ટર ૩, પેરાબેલમ, એક્સ-મેન અને ડાઈ અનધર ડે જેવી ફિલ્મો કરી છે. એન્જેલિના જાેલીએ સોલ્ટ મિસ્ટર એન્ડ મિસીસ સ્મિથ, લારા ક્રોફ્ટઃ ટોમ્બ રેઈડર સહિત ઘણી ફિલ્મોમાં લીડ રોલ કર્યા છે. સમગ્ર વિશ્વમાં મોટો ફેન બેઝ ધરાવતી હોલિવૂડની એક્શન ક્વીન પહેલી વાર સાથે કામ કરી રહી છે.

Follow Me:

Related Posts