વડોદરામાં સફાઈકર્મીને ૧૬ કરોડ ભરવાની નોટિસથી ચકચાર મચી ગયો
શું એક સફાઈ કામદાર બેન્ક પાસેથી એટલી લોન લઈ શકે, કે તેણે ૧૬ કરોડ રૂપિયાની ચૂકવણી કરવાનો વારો આવે. આ વાત સાંભળવામાં મજાક લાગશે, પણ વડોદરા મનપામાં કામ કરતા એક સફાઈ કામદારને બેન્કે ૧૬ કરોડની લોનનો ડિફોલ્ટર બનાવ્યો છે. એક નોટિસે સફાઈ કર્મચારીની ઉંઘ હરામ કરી નાંખી છે. વ્યક્તિ પર ઘણી વાર એવી આફત આવી પડતી હોય છે, જેની તેણે કલ્પના પણ નથી કરી હોતી. વડોદરાના આ દંપતી સાથે કંઈક આવું જ થયું છે. વડોદરા મહાનગર પાલિકામાં સફાઈ કર્મી તરીકે કામ કરતા શાંતિલાલ સોલંકીને બેન્ક તરફથી તેમનું મકાન જપ્ત કરવાની નોટિસ મળી છે. આ નોટિસનું કારણ છે લોનની ૧૬ કરોડ ૫૦ હજાર ૩૦૦ રૂપિયાની બાકી વસૂલાત. આ ચૂકવણી ન થતા બેન્ક હવે ચોથી મે ના રોજ તેમનું મકાન જપ્ત કરી લેશે, તે પહેલા તેમને મકાનમાંથી સામાન ખસેડી લેવા જણાવાયું છે. બેન્ક વતી મામલતદાર તરફથી નોટિસ મળતા જ શાંતિલાલ અને તેમના પત્ની ડઘાઈ ગયા છે. ૧૬ કરોડનો આંકડો જાેઈને જ તેમને આઘાત લાગ્યો છે. શાંતિલાલનો દાવો છે કે તેમણે આવી કોઈ લોન નથી લીધી, તો પછી ઉઘરાણીની નોટિસ મળે કેવી રીતે. વડોદરા શહેરના સયાજીપુરા વિસ્તારમાં રહેતા શાંતિલાલ સોલંકીનો દાવો છે તે આ મિલ્કત તેમની છે જ નથી, આ જ સુધી તેમને બેન્ક તરફથી બાકી વસૂલાતની કોઈ નોટિસ પણ નથી મળી. અહીં સવાલ એ છે કે એક વ્યક્તિ જે સફાઈ કર્મી તરીકે કામ કરતી હોય, જેના મકાનની કિંમત માંડ પાંચ લાખ રૂપિયા હોય, જેની પાસે ગીરો મૂકવા માટે કોઈ મિલ્કત ન હોય, તો પછી તેને પીએનબી જેવી રાષ્ટ્રીયકૃત બેન્ક તેને કરોડો રૂપિયાની લોન કેવી રીતે આપી શકે.
શાંતિલાલ સોલંકીને બેન્કની આ નોટિસ અંગે વકીલ નીરજ જૈન મદદ કરી રહ્યા છે, તેમનું માનીએ તો ઓળખ પત્ર સહિતના દસ્તાવેજાેની હેરાફેરી કરીને કોઈએ લોન લીધી હોય તેની પણ પ્રબળ શક્યતા છે. અહીં એક વાત એ પણ નોંધવા જેવી છે કે નોટિસમાં જે પ્રોપર્ટી માટે લોન લીધી હોવાનું જણાવાયું છે, તેના માલિક તરીકે ઉશેર ઇન્ફ્રા લોજીક કંપનીનું નામ છે. જેને જાેતાં નોટિસ મોકલવામાં બેન્કની ભૂલ થઈ હોય એવી પ્રબળ શક્યતા છે. જાે આમ હોય તો શાંતિલાલ સોલંકી સાથે આ ક્રૂર મજાક છે અને આ મજાક કરનાર સામે કાર્યવાહીની પણ માગ કરાઈ છે. મામલતદારની નોટિસ મુજબ શાંતિલાલે ચોથી મે સુધી પોતાનું મકાન ખાલી કરવાનું છે. ત્યાં સુધી તો શાંતિલાલ સોલંકીનો પરિવાર સતત ચિંતામાં જ રહેશે. ત્યારે જાેવું એ રહેશે કે આ માની ન શકાય તેવા વિવાદનો ઉકેલ ક્યારે આવે છે. બેન્ક તરફથી તેમનું મકાન જપ્ત કરવાની નોટિસ મળી છે. આ નોટિસનું કારણ છે લોનની ૧૬ કરોડ ૫૦ હજાર ૩૦૦ રૂપિયાની બાકી વસૂલાત. આ ચૂકવણી ન થતા બેન્ક હવે ચોથી મે ના રોજ તેમનું મકાન જપ્ત કરી લેશે, તે પહેલા તેમને મકાનમાંથી સામાન ખસેડી લેવા જણાવાયું છે.
Recent Comments