મહિલા કુસ્તીબાજ જાતીય સતામણીનો મામલો હજુ દિલ્હી પોલીસે FIR નોંધી નથી, હવે સ્વાતિ માલીવાલે મોકલી છે નોટિસ
દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે મહિલા કુસ્તીબાજાે સામેના જાતીય સતામણીના કેસમાં હ્લૈંઇ નોંધવામાં નિષ્ફળ રહેવા બદલ દિલ્હી પોલીસને નોટિસ પાઠવી છે. કુસ્તીબાજાેએ આયોગને ફરિયાદ કરી છે કે તેઓએ ૨ દિવસ પહેલા દિલ્હી પોલીસને લેખિત ફરિયાદ આપી હતી પરંતુ હજુ સુધી તેમની હ્લૈંઇ નોંધવામાં આવી નથી. મળતી માહિતી મુજબ, દિલ્હી મહિલા આયોગને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ દ્વારા મહિલા રેસલર્સના યૌન ઉત્પીડનની ફરિયાદ મળી છે. ફરિયાદીએ કમિશનને જાણ કરી છે કે, એક સગીર સહિત અનેક મહિલા કુસ્તીબાજાેએ આરોપ લગાવ્યો છે કે, આરોપી વ્યક્તિ ભારતીય રેસલિંગ ફેડરેશનમાં તેમના કાર્યકાળ દરમિયાન તેમની વિરુદ્ધ જાતીય સતામણીના ગુનામાં સામેલ છે. ફરિયાદીએ કમિશનને એ પણ જણાવ્યું છે કે, તેમના દ્વારા ૨૧ એપ્રિલ ૨૦૨૩ના રોજ કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં આ સંબંધમાં ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ કનોટ પ્લેસના જીૐર્ં દ્વારા ફરિયાદ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
તેણે એમ પણ કહ્યું છે કે, જ્યારે તેણે ૨૨ એપ્રિલે કનોટ પ્લેસના એસએચઓને ફરિયાદની સ્થિતિ જાણવા માટે ફોન કર્યો ત્યારે તેણે કહ્યું કે, કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી અને સોમવાર પછી ફરિયાદ પર કાર્યવાહી કરવામાં આવશે. તેણે વધુમાં કહ્યું કે, જ્યારે તેણે તેને સોમવાર સુધીમાં એફઆઈઆર નોંધવાની ખાતરી માંગી તો તેણે જવાબ આપ્યો કે તે તેની ખાતરી આપી શકે તેમ નથી. એટલું જ નહીં, આ મામલામાં એફઆઈઆર નોંધવાને બદલે, કેટલાક ફરિયાદીઓ અને તેમના પરિવારના સભ્યોને સ્પોર્ટ્સ વિભાગ, સ્રૂછજીમાં તૈનાત એક ૈંઁજી અધિકારીના ફરિયાદીઓની ઓળખ વિશે પૂછતા કૉલ્સ આવવા લાગ્યા છે. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે દિલ્હી પોલીસને નોટિસ જારી કરીને આ મામલે કાર્યવાહીનો રિપોર્ટ માંગ્યો છે. પંચે એફઆઈઆરની નકલ માંગી છે અને દિલ્હી પોલીસને એફઆઈઆર નોંધવામાં વિલંબનું કારણ સમજાવવા કહ્યું છે. પંચે આ કેસમાં થયેલી ધરપકડની વિગતો પણ માંગી છે. વધુમાં, કમિશને ફરિયાદીઓને આપવામાં આવેલી સુરક્ષાની વિગતો તેમજ રમતગમત વિભાગના અધિકારીઓ સાથે આ બાબતે કથિત રીતે માહિતી આપનાર વ્યક્તિઓની વિગતો માંગી છે.
કમિશને એફઆઈઆર નોંધવામાં અને ફરિયાદીઓની વિગતો શેર કરવામાં નિષ્ફળ રહેવા બદલ પોલીસ અધિકારીઓ સામે લેવાયેલા પગલાંની વિગતો પણ માંગી છે. પંચે દિલ્હી પોલીસને ૨૫ એપ્રિલ સુધીમાં કાર્યવાહીનો રિપોર્ટ આપવા જણાવ્યું છે. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે કહ્યું, “તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે મહિલા કુસ્તીબાજાે તેમની જાતીય સતામણીની એફઆઈઆર નોંધવામાં સક્ષમ નથી. તેણે દિલ્હી પોલીસને ફરિયાદ કરી છે, હજુ સુધી કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી. મેં દિલ્હી પોલીસને નોટિસ પાઠવીને રિપોર્ટ માંગ્યો છે. તાત્કાલિક એફઆઈઆર નોંધવામાં આવે અને આરોપીઓની ધરપકડ કરવામાં આવે. બે દિવસ વીતી જવા છતાં એફઆઈઆર નોંધવામાં નિષ્ફળ રહેલા પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી થવી જાેઈએ.
Recent Comments