અમરેલી

શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પીટલ અમરેલી ની અનેરી મુલાકાતે લબ્ધપ્રતિષ્ઠીત ઉદ્યોગપતિ ચુનીભાઈ ગજેરા

દદીઓને મળતી સુવિધાથી પ્રભાવિત થયા શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પીટલ અમરેલીની અનેરી મુલાકાત વિચક્ષણ ઉદ્યોગપતિ એવમ ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા મુલાકાત લીધી હતી.શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પીટલ અમરેલીની આરોગ્યલક્ષી સેવાઓની જ્યોત જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચે તે અંગેની સૂચના સાથે માર્ગદર્શ પુરુ પાડી સ્વપ્નદ્રષ્ટા શ્રી વસંત ભાઈ ગજેરાના સેવા યજ્ઞ ને ચરિતાર્થ કરવા પ્રેરણા પ્રદાન કરી હતી.
શ્રી ચુનીભાઈ ગજેરા દ્વારા શાંતાબા જનરલ હોસ્પિટલ નાં દર્દીઓ સાથે સહાનુભૂતિ એવમ પારિવારિકતા સભર પરામર્ષ કરાતા દર્દીઓની પ્રસન્નતા નિહાળી હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. શાંતાબા મેડીકલ કોલેજની મુલાકાત દરમ્યાન શ્રી ચતુરભાઈ ખૂંટ શ્રી રમેશભાઈ સિધ્ધપરા ,શ્રી વિનુભાઈ કથીરીયા, શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી એમ કે સાવલિયા, શ્રી દીનેશભાઈ કાપડીયા, શ્રી ભરતભાઈ ઘડૂક ની વિશેષ ઉપસ્થિતિમાં અધતન સુવિધા સભર શિક્ષણ પ્રદાન કરીતી મેડીકલ કોલેજ માં આભ્યાસ કરતા વિદ્યાર્થી ઓને મળી હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.

Related Posts