fbpx
અમરેલી

પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચના મુજબ અમરેલી શહેર વિધાસભા કેમ્પસ ખાતે હાલ સમર કેમ્પ શરૂ છે.

આ ‘‘સમર કેમ્પ’’ ના ટાઇમ-ટેબલ મુજબ આજે તા.૨૪/૦૪/૨૦૨૩ ના વહેલી સવારથી બાળકો પ્રભાતિયા સાથે દિવસની શરૂઆત કરી, ઝુમ્બા ડાંસ, પરેડ પુર્ણ કર્યા બાદ, બાળકોને અમરેલી શહેરથી નજીકના ગામો જેવા કે, ગાવડકા, ઇશ્ર્વરીયા,મતિરાળા, સલડી, દેવળીયા, ચિત્તલ, દેવરાજીયા,મોટા આંકડીયા,જાળીયા, વાંકીયા, મોટા લીલીયા તેમજ દુધાળા ની મુલાકાત લેવામાં આવેલ હતી. જે મુલાકાત દરમ્યાન બાળકોએ ગ્રામ્ય જીવનશૈલી, ગામડાઓમાં કાર્યરત ગ્રામપંચાયત, પોસ્ટઓફિસ,સહકારી મંડળી, કોમન સર્વિસ સેન્ટર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, દુધની ડેરી, તળાવ,ચેકડેમ,પીવાના પાણીની વ્યવસ્થા થી માહિતગાર થયા હતા. આ મુલાકાત દરમ્યાન  ગામના પ્રતિનિધીઓ તરફથી પણ પુરતો સહકાર મળેલ હતો.

 બપોર બાદના સેશનમાં સવારમાં કરેલ ગ્રામ્ય મુલાકાત દરમ્યાન બાળકોએ શું જોયુ?, શું અનુભવ્યું?, શું ન ગમ્યુ?, જો પોતે સરપંચ હોય તો શું વ્યવસ્થા કરશે વિગેરે બાબતો ને આવરી લઇ અરસ-પરસ ચર્ચા કરી, પ્રેઝન્ટેશન દર્શાવવામાં આવ્યું.

આ  ‘‘સમર કેમ્પ’’ થી બાળકોમાં નવી પ્રેરણા મળેલ છે. આ સમર કેમ્પના અનુવભ થકી બાળકો   ભવિષ્યમાં એક સારા નાગરિક બની ખુબ જ મહત્વ પુર્ણ યોગદાન પુરુ પાડશે તેવી આશા રાખી રહ્યા છીએ.

Follow Me:

Related Posts