બાગાયત ખાતાની વિવિધ સહાય મેળવવા ખેડૂતોએ તા.૩૧ સુધીમાં આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવી
જિલ્લામાં બાગાયત ખેતી કરતા ખેડુતોને બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે આઇ-ખેડુત પોર્ટલના માધ્યમથી અરજી કરવાની રહે છે. વર્ષ ૨૦૨૩-૨૪ માટે લાભ મેળવવા ઇચ્છુક ખેડૂતોએ તા.૩૧/૦૫/૨૦૨૩ સુધીમાં ઓનલાઈન અરજી કરવી. અમરેલી જિલ્લાના ખેડુતોએ આઇ-ખેડુત પોર્ટલ મારફતે ઓન લાઇન અરજી કર્યા બાદ જરુરી સાધનિક પુરાવાઓ સાથે “નાયબ બાગાયત નિયામકશ્રી, બાગાયત કચેરી, સરદાર ચોક, ચક્કરગઢ રોડ, અમરેલી પિન ૩૬૫૬૦૧ના સરનામે મોકલી આપવાની રહેશે. અરજી કરવા માટે http://ikhedut.gujarat.gov.in વેબ સાઇટનો ઉપયોગ કરવાનો રહેશે. અરજી કરતી વખતે ખેડુત ખાતેદારે ૭, ૧૨, ૮-અ, બચત બેંક ખાતા, આધાર કાર્ડ તથા મોબાઇલ નંબરની વિગતો વગેરે પુરાવા સાથે રાખવા. આ અંગે વધુ માહિતી કે વિગતો માટે નાયબ બાગાયત નિયામકશ્રી બાગાયત કચેરી, અમરેલી ફોન નં. (૦૨૭૯૨-૨૨૩૮૪૪) પર સંપર્ક કરવો તેમ નાયબ બાગાયત નિયામકશ્રી વાળાએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments