બોલિવૂડ

પત્નીને ડરાવવા આત્મહત્યાનું નાટક કરી રહ્યો હતો આ એક્ટર, હકીકતમાં થઇ ગયું મોત

કન્નડ ઇન્ડસ્ટ્રીથી હાલમાં જ ટીવી એક્ટર સંપત જે રામના નિધનના દુખદ સમાચાર સામે આવ્યા હતા. ૩૫ વર્ષીય એક્ટરે હંમેશા માટે દુનિયાને અલવિદા કહી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે એક્ટર થોડા સમયથી સ્ટ્રેસમાં હતો જેના પગલે તે આત્મહત્યા જેવું પગલું ભરવા માટે મજબૂર થઇ ગયો. જાે કે હવે, સંપતના એક મિત્રએ તેના મોતને લઇને એક ખુલાસો કર્યો છે જેના વિશે સાંભળીને સૌકોઇના પગ નીચેથી જમીન સરકી ગઇ છે. શું છે સમગ્ર મામલો?.. તે જાણો.. ટીવી એક્ટર સંપત જે રામનું ૨૨ એપ્રિલનું નિધન થઇ ગયું છે. પહેલા આ દુખદ ઘટનાને આત્મહત્યા કહેવામાં આવી રહી હતી. જાે કે, હવે એક્ટરના એક ખાસ મિત્રએ સંપતની મોતને દુર્ઘટના ગણાવી છે. આ મામલે સંપત જે રામના નજીકના મિત્ર અને કો-સ્ટાર રાજેશ ધ્રવે ઇન્સ્ટાગ્રામ હેંડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં રાજેશે ખુલાસો કરતાં કહ્યું, સંપત હકીકતમાં આત્મહત્યા કરવાનો ન હતો.

તે ફક્ત પોતાની પત્નીને ડરાવા માટે પ્રેંક કરી રહ્યો હતો. હકીકતમાં, મોતથી એક રાત પહેલા એક્ટરની તેની પત્ની સાથે મામૂલી બોલાચાલી થઇ ગઇ હતી. તે ફક્ત પોતાની પત્નીને ડરાવવા માટે એક પ્રેંક કરી રહ્યો હતો. આ ઝગડા બાદ તે પત્નીને ડરાવવા માટે ફક્ત ફાંસી લગાવવાનું પ્રેંક કરી રહ્યો હતો પરંતુ દુર્ભાગ્યવશ આ દરમિયાન તેનું મોત થઇ ગયું. જણાવી દઇએ કે, તેની પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે સંપત જે રામ આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યો હતો. તેને ફિલ્મોમાં કામ મળતું ન હતું અને તેના જ પગલે તેણે આત્મહત્યા જેવું પગલું લઇ લીધું. જાે કે હવે, રાજેશ ધ્રુવના આ ખુલાસાએ ફેન્સને ચોંકાવી દીધા છે. તેવામાં બીજી બાજુ આ દુર્ઘટનાએ તેની પાંચ મહિના પ્રેગનેન્ટ પત્નીને હચમચાવી નાંખી છે. કોણ હતો સંપત જે રામ.. તે જાણો… સંપત કન્નડ મનોરંજન જગતના ટચૂકડા પડદે ખૂબ જ પોપ્યુલર હતો. તે અગ્નિસાક્ષી જેવી પોપ્યુલર સીરિયલમાં જાેવા મળ્યો છે. આ ઉપરાંત તેને હાલમાં જ કોઇ નવી ફિલ્મની ઓફર પણ મળી હતી. જાે કે કિસ્મતને કંઇક બીજુ જ મંજૂર હતું.

Follow Me:

Related Posts