સા.કુંડલા આંબરડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ મેલેરિયા દિવસે જન જાગૃતિ રેલી યોજાઈ
જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.એમ.જોશી, E MO ડો. એ.કે. સિંઘ ની સૂચના હેઠળ યોજાઈ જન જાગૃતિ રેલી.સા.કુંડલા તાલુકા હેલ્થ અધિકારી ડો.એસ.આર.મીના ના માર્ગદર્શન મુજબ આંબરડી PHC ના ડો.નીતિન રામપ્રસાદી દ્વારા લોકોને જાગૃત કરાયા. ગુજરાત સરકારના મેલેરિયા મુક્ત ગુજરાતને સાકાર કરવા ગઈકાલે 25 એપ્રિલે “વિશ્વ મેલરીયા દિવસ”ની આ વર્ષની થીમ ઝીરો મેલેરિયાના હેતુને સિદ્ધ કરવા તાલુકા આરોગ્ય કચેરી સાવરકુંડલા અધિકારીશ્રી દ્વારા લોકોને મેલેરિયા અંગે જન જાગૃતિ મેળવવા રેલીનું આયોજન કરી કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાવરકુંડલા તાલુકાના તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે જાગૃતિ માટે લઘુ અને ગુરુ શિબીરો સહિત સૂત્રો અને ગ્રુપ મીટીંગો સહિતની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા લોકોને મેલેરિયાથી બચવા શું કરવું એવી જનજાગૃતિ કરવામાં આવી હતી. ગયા વર્ષે પણ સાવરકુંડલા તાલુકામાં 25 હાજર થી વધુ લોહીના નમૂના લઈ મેલેરીયા અંગેનો ટેસ્ટ કરી નિદાન કરવામાં આવેલ.સાથે સાથે ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય સ્ટાફ દ્વારા ઘરે ઘરે સર્વે કરી તાવના કેસની સારવાર અને પોરાનાશક કામગિરિ કરાઈ રહેલી છે.
આ રેલી જિલ્લા આરોગ્ય અધિકારીડો. આર. એમ. જોશી, EMO ડો. એ.કે. સિંઘ ના સીધા માર્ગદર્શન હેઠળ તેમજ સાવરકુંડલા તાલુકા હેલ્થ અધિકારી ડો. એસ. આર. મીના ની સૂચના મુજબ આંબરડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. નીતિન રામ પ્રસાદી, ડો.મિતેષ બગડા તથા હિતેશભાઈ, મનોજભાઈ, રાજુભાઈ સહિત આશા બહેનો આરોગ્ય સ્ટાફ જોડાયો હતો. લોકોને બિનજરૂરી ભરાયેલ પાણીનો નિકાલ કરી સંગ્રહ કરેલ પાણીને હવાચુસ્ત ઢાંકણાથી બંધ કરવા અને ઘરોમાં મચ્છરદારીનો ઉપયોગ કરવા જણાવી પોતાના ઘરની ગંદકી દૂર કરી સ્વચ્છતા જાળવી રાખવા અને મેલેરિયા નાબૂદી કાર્યક્રમમાં તમામ નાગરિકો યોગદાન આપી સહભાગી બને તેવું તાલુકા આરોગ્ય અધિકારી ડો. એસ આર મીના અને ડો. નીતિન રામપ્રસાદીની યાદીમાં જણાવેલ છે.
Recent Comments