રાષ્ટ્રીય

ઉદ્ધવ ઠાકરે માટે કટ્ટર શિવસૈનિકે પ્રાણ ત્યજી બાદ પરિવારની ખબર પણ ન લીધી, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કરી મદદ

બીડમાં એક કટ્ટર શિવ સૈનિકે તિરુપતિ બાલાજીના દર્શન માટે પગપાળા ચાલવાનો સંકલ્પ ત્યારે લીધો હતો, જ્યારે મુખ્યમંત્રી અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની મહાવિકાસ અઘાડી સરકાર દરમ્યાન સર્જરી થઈ હતી. બીડના કટ્ટર શિવસૈનિક સુમંત રુઈકરે તેમની ભલાઈ અને સારા સ્વાસ્થ્ય માટે તિરુપતિ બાલાજી સુધી પગપાળા ચાલીને મંદિર જવાની માનતા માગી હતી. આ વ્રતે તેના જીવન પર મોટી અસર પાડી અને દુર્ભાગ્યથી, પોતાની માનતા પુરી કરવા માટે ૧૧૦૦ કિમી પગપાળા ચાલ્યા બાદ કર્ણાટકમાં તેનું મોત થઈ ગયું. કારણ કે રુઈકર પરિવારનો એકમાત્ર કમાનારો વ્યક્તિ હતો, તે તત્કાલિન મંત્રી અને હાલના મુખ્યમંત્રી એકનાથ શિંદને રુઈકર પરિવારનું સમર્થન આપવા માટે એક ઘર બનાવવાનું વચન આપ્યું હતું. હાલમાં જ તેમણે રુઈકર પરિવારને ઘર આપીને પોતાનો વાયદો પુરો કર્યો હતો. કોઈ પણ રાજકીય દળના કાર્યકર્તાઓને પાર્ટીની કરોડરજ્જૂ કહેવાય છે, જેમની કટિબદ્ધતા પાર્ટીને એક મજબૂત પકડ આપે છે. પાર્ટી બનાવવા કે રાજકીય નેતૃત્વ બનાવવામાં તેમનું યોગદાન ઓછુ આંકી શકાય નહીં.

આવી જ રીતે મહારાષ્ટ્રમાં શિવસેના જૈવી પાર્ટી શિવસૈનિકોના ભરોસે ઊભી હોવાનું કહેવાય છે. કેટલાય કાર્યકર્તાએ વિકાસ માટે આકરી મહેનત કરી રહ્યા છે અને પોતે ખડે પગે ઊભા રહે છે. આ સમર્પિત કાર્યકર્તામાં સુમંત રુઈકરનું નામ પણ સામેલ છે અને તેણે પાર્ટી નેતા માટે થઈને પોતાનું જીવન સમર્પિત કરી દીધું. આ બધું ત્યારે થયું જ્યારે મહાગઠબંધન સરકાર દરમ્યાન શિવસેના પાર્ટીના તત્કાલિન પ્રમુખ અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની કરોડરજ્જૂની સર્જરી થઈ હતી. રુઈકરે ત્યારે તિરુપતિ બાલાજી પાસે ઠાકરેની લાંબા આયુષ્યની કામના કરી હતી અને નગર પાલિકા, નગર પંચાયતો અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શિવસેનાનો ભગવો ધ્વજ લહેરાવવાના શપથ લીધા હતા. પોતાની ઈચ્છા પુરી થયા બાદ તેણે પોતાની સહયોગી શ્રીધર જાધવ સાથે તિરુપતિ માટે પગપાળા શરુ કરી. ૧૧૦૦ કિમીની આ સફર પુરા કરવા માટે બંને શખ્સ દરરોજ ૩૫ કિમી ચાલતા.

સુમંત આ કઠણ પરિશ્રમ સહન કરી શક્યો નહીં અને ચાલતા ચાલતા તેની તબિયત ખરાબ થઈ ગઈ અને ૨૫ ડિસેમ્બરે ૨૦૨૧ના રોજ કર્ણાટકના રાયચૂરમાં તેનું નિધન થઈ ગયું. સુમંત રુઈકરના મોતથી તેનો પરિવાર બરબાદ થઈ ગયો, કેમ કે તે પોતાના પરિવારમાં એકમાત્ર કમાનારો વ્યક્તિ હતો. પરિવારના તમામ સભ્યો, તેની પત્ની, દીકરી અને વૃદ્ધ પિતા સુમંત પર ર્નિભર હતા. તેની જાણકારી મળતા જ તત્કાલિન મંત્રી એકનાથ શિંદેએ વીડિયો કોલ દ્વારા રુઈકર પરિવારનો સંપર્ક કર્યો અને તેમને મદદનું આશ્વાસન આપ્યું. શિંદેએ પોતાના પીએની મદદથી આ પરિવારના સંપર્કમાં રહ્યા. તેમણે રુઈકર પરિવારને એક ઘર આપવાનો ર્નિણય પણ લીધો. એકનાથ શિંદેએ રુઈકર પરિવારના લોકો માટે ઘર બનાવી આપવાનું વચન આપ્યું હતું. ૨૦૨૧માં મકાનનો પાયો નાખ્યો અને બાંધકામ શરુ કરાવ્યું. હાલમાં જ આ બે માળનું મકાન ૨૫ લાખના ખર્ચે તૈયાર થયું છે. બાદમાં આ મકાન સુમંતની પત્ની કીર્તિ રુઈકર અને તેમના પરિવારને સોંપવામાં આવ્યું છે. સુમંતની પત્ની કીર્તિએ આ મદદ માટે શિંદેનો આભાર વ્યક્ત કર્યો છે.

Related Posts