fbpx
બોલિવૂડ

૨૦ વર્ષ પહેલા ફિલ્મ ‘દેવદાસ’ બાબતે જાેડાયેલ કેટલીક સત્ય ઘટનાઓ વિશે જાણો..

૨૦ વર્ષ પહેલા ફિલ્મ ‘દેવદાસ’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તમામ અભિનેતા અને અભિનેત્રીઓએ શાનદાર પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મના ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીએ ખૂબ જ મહેનત કરી હતી અને આ ફિલ્મને સફળતાના શિખરે પહોંચાડી હતી. આ ફિલ્મને આજે પણ લોકો યાદ કરી રહ્યા છે. આ ફિલ્મ બાબતે જાેડાયેલ કેટલીક સત્ય ઘટનાઓ વિશે જાણકારી નથી, જે અંગે અહીંયા અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. કેટલાક સ્ટાર્સે કામ કરવાની ના પાડી દીધી હતી, તો ડાયરેક્ટરે પાણીની જેમ રૂપિયા વહાવ્યા હતા. સંજય લીલા ભણસાલી પોતાની ફિલ્મના ભવ્ય સેટ, ક્લાસિકલ કોશ્ચ્‌યૂમ અને સુંદર સંગીત માટે ખૂબ જ ફેમસ છે. સંજય લીલી ભણસાલી ખૂબ જ શાનદરા અને મ્યુઝિકથી ક્લાઈમેક્સ ક્રિએટ કરે છે. વર્ષ ૨૦૦૨માં પણ આ જ પ્રકારનો નજારો જાેવ મળ્યો હતો. આઈકોનિક ફિલ્મ ‘દેવદાસ’ રિલીઝ થઈ તે સમયે શાહરૂખ ખાન, માધુરી દીક્ષિત, ઐશ્વર્યા રાય, અને જૈકી શ્રોફની એક્ટિંગથી દર્શકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર છપ્પરફાડ કમાણી કરી હતી. શાનદાર સેટ લોકોના દિલમાં વસી ગયા હતા.

શાહરૂખ ખાનની ફિલ્મ દેવદાસ પડદા પર રિલીઝ થઈ તે સમયે તેની સ્ટોરી, ગીત, ડાયલોગની ચોતરફ ચર્ચા હતી. આ ફિલ્મ બનાવવામાં ડાયરેક્ટર, કાસ્ટ અને ક્રૂ મેમ્બર્સે ખૂબ જ મહેનત કરી હતી. શાહરૂખ ખાન, જેકી શ્રોફ, માધુરી દીક્ષિત અને ઐશ્વર્યા રાયે ખૂબ જ શિદ્દતથી દેવ બાબૂ, ચુન્ની બાબૂથી લઈને પારો અને ચંદ્રમુખીનું પાત્ર ભજવ્યું હતું. શાહરૂખ ખાનની જગ્યાએ સલમાન ખાને દેવ બાબૂનો રોલ કર્યો હોત તો તેઓ કેવા લાગ્યા હોત? જેકી શ્રોફની જગ્યાએ સૈફ અલી ખાને ચૂન્ની બાબૂનું પાત્ર ભજવ્યું હોત તો? માધુરી દીક્ષિતની જગ્યાએ સુષ્મિતા સેને ચંદ્રમુખીનું પાત્ર ભજવ્યું હોત તો? કાસ્ટ ડાયરેક્ટરની પહેલી પસંદ શાહરૂખ ખાન, માધુરી દીક્ષિત અને જેકી શ્રોફ નહોતા. ૈંસ્ડ્ઢહ્વ રિપોર્ટ અનુસાર શાહરૂખ ખાન પહેલા આ ફિલ્મ સલમાન ખાનને ઓફર કરવામાં આવી હતી. વિવાદ થવાને કારણે સલમાન ખાને આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી. કિંગ ખાને દેવ બાબૂનું પાત્ર ભજવીને એક અલગ કમાલ દર્શાવ્યો. તેમનું આ પાત્ર હજુ સુધી પણ લોકો ભૂલી શક્યા નથી.

ગોવિંદા અને સૈફ અલી ખાનને ચૂન્ની બાબૂના પાત્ર માટે ઓફર કરવામાં આવી હતી, તેમણે પણ આ પાત્ર ભજવવાની ના પાડી દીધી હતી. ત્યારપછી મેકર્સે મનોજ બાજપેયીને લેવાનું વિચાર્યું, પરંતુ તેમણે પણ ના પાડી દીધી. જેકી શ્રોફે ચુન્ની બાબૂનું પાત્ર ભજવીને તમામ લોકોનું દિલ જીતી લીધું. કરીના કપૂરને પારો બનવાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. કરીના સ્ક્રિન ટેસ્ટમાં જ ફેઈલ થઈ ગઈ હતી. સુષ્મિતા સેનને ચંદ્રમુખીનું પાત્ર ઓફર કરવામાં આવ્યું હતું, પરંતુ અન્ય પ્રોજેક્ટ હોવાને કારણે તેણે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. મનીષા કોઈરાલા આ પાત્ર ભજવવાની હતી, પરંતુ કંઈ ખાસ થઈ શક્યું નહોતું. શાહરૂખ ખાને બંગાળી રીતભાતમાં ઢળવા માટે ખૂબ જ મહેનત કરી હતી. ધોતીના કારણે તેઓ ખૂબ જ પરેશાન થઈ ગયા હતા. શાહરૂખે જણાવ્યું હતું કે, ધોતી વારંવાર ખુલી જતી હતી આ કારણોસર શુટીંગ કરતા સમયે ખૂબ જ મુશ્કેલીઓ આવી હતી.

ફિલ્મના સેટ પર હેવી બુટ્ટી પહેરવાને કારણે ઐશ્વર્યાના કાન ચિરાઈ ગયા હતા. સંજય લીલા ભણસાલીએ આ ફિલ્મ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો છે. ચંદ્રમુખીનો કોઠો બનાવવા માટે ૧૨ કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો હતો. ઐશ્વર્યા રાયનો મહેલ ત્રણ કરોડમાં બનાવવામાં આવ્યો હતો, ઉપરાંત ઐશ્વર્યા માટે ૬૦૦થી વધુ સાડી બનાવવામાં આવી હતી. આ ફિલ્મમાં ખૂબ જ ખર્ચો કરવામાં આવ્યો છે, પરંતુ આ ફિલ્મ ખૂબ જ શાનદાર બનાવવામાં આવી હતી. આ ફિલ્મ ૫૦ કરોડમાં બની હતી અને બોક્સ ઓફિસ પર ૧૦૪ કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મે ૫ નેશનલ ફિલ્મ એવોર્ડ, ૧૧ ફિલ્મફેર એવોર્ડ અને ૧૬ આઈફા એવોર્ડ જીત્યા હતા.

Follow Me:

Related Posts