સાવરકુંડલા શહેરમાં બપોરના સુમારે ભારે પવન વીજળીના ચમકારા અને ગડગડાટ સાથે કમોસમી વરસાદનું આગમન
સાવરકુંડલા શહેરમાં આજરોજ બપોરના સાડાત્રણ આસપાસ ભારે પવન, વીજળી અને ગડગડાટ સાથે કમોસમી વરસાદનું આગમન થયુ.રસ્તા પર પાણી ફરી વળ્યાં ખેતી ક્ષેત્રે માટે આ કમોસમી વરસાદ નુકસાનકારક ગણાય એટલે ખેડૂતો આ કમોસમી વરસાદથી નાખુશ હોય એ પણ સ્વાભાવિક છે. બદલતાં પર્યાવરણીય સંદર્ભે ચિંતાનો વિષય. વાતાવરણમાં ઠંડક પ્રસરી એટલે બળબળતી ગરમીમાં લોકોને રાહત થઈ. પરંતુ આ રાહત સમગ્ર માનવજાત માટે ખતરાની ઘંટી સમાન ગણાય. ખાસ કરીને કેરીના ઉત્પાદકો માટે આ કમોસમી વરસાદ એટલે સંપૂર્ણ માઠાં સમાચાર..શહેરના રોડ રસ્તા પર પાણી.. કમોસમી વરસાદને કારણે રસ્તા પર ભીની માટીની સુગંધ પ્રસરી
Recent Comments