fbpx
રાષ્ટ્રીય

પહેલવાનોને મળવા પહોંચ્યા પ્રિયંકા ગાંધી, પૂછ્યું “આરોપીને કેમ બચાવી રહી છે સરકાર?..”

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે દિલ્હીના જંતર મંતર ખાતે પહોંચ્યા. પ્રિયંકા ગાંધી ઉહ્લૈં ના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ પહેલવાનોના ધરણામાં જાેડાયા છે. અત્રે જણાવવાનું કે પહેલવાનો પહેલા જ કહી ચૂક્યા છે કે આ વખતે તેઓ નેતાઓને પોતાના ધરણામાં આવવા નહીં દે. જે પણ આ લડતમાં અમારો સાથ આપવા માંગતા હોય તે આપી શકે છે. દિલ્હીના જંતર મંતર ખાતે પહેલવાનોના સાતમા દિવસે પણ ધરણા ચાલુ છે. પ્રિયંકા ગાંધીએ પહેલવાનો સાથે વાત કરી. કોંગ્રેસ નેતા દીપેન્દ્ર હુડ્ડા પણ ધરણામાં સામેલ થયા. એવું કહેવાય છે કે આજે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ જંતર મંતર પહોંચશે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ૨ એફઆઈઆર નોંધાઈ છે પરંતુ તેની કોપી હજુ સુધી મળી નથી. એફઆઈઆરમાં શું લખ્યું છે તે પણ જણાવવામાં આવ્યું નથી. આ છોકરીઓ જ્યારે મેડલ જીતીને આવે છે ત્યારે બધા વખાણ કરે છે.

પરંતુ આજે જ્યારે તે રસ્તા પર ન્યાય માટે બેઠી છે ત્યારે કોઈ સાંભળનારું નથી. હજુ સુધી ઉહ્લૈં ચીફનું રાજીનામું પડ્યું નથી. તપાસ ચાલુ છે પરંતુ તેમને પદ પરથી હટાવવામાં આવ્યા નથી. અત્રે જણાવવાનું કે કુશ્તી મહાસંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહ પર બે એફઆઈઆર દાખલ થયા બાદ હવે ધરપકડની તલવાર લટકી રહી છે. બ્રિજભૂષણ સિંહ પર દિલ્હીમાં પોક્સો એક્ટ હેઠળ પણ કેસ દાખલ થયો છે. દિલ્હીના જંતર મંતર પર કુશ્તી મહાસંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ ધરણા પર બેઠેલા પહેલવાનોએ તેમને પરેશાન કરવામાં આવી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. પહેલવાન બજરંગ પૂનિયાએ આરોપ લગાવ્યો છે કે દિલ્હી પોલીસ ધરણા ખતમ કરાવવા માંગે છે. તેમણે ધરણા સ્થળની વીજળી, પાણી કાપવાનો પણ આરોપ લગાવ્યો છે. આ સાથે જ એવો પણ આરોપ લગાવ્યો કે તેમને અંદર ખાવાનું પણ લઈ જવા દેવામાં આવતા નથી. બજરંગ પુનિયાએ કહ્યું કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ ધરણા પર બેસશે.

Follow Me:

Related Posts