મોબાઈલની જેમ રીચાર્જ કરી શકાશે વીજળી
આપણે મોબાઈલ ડેટા અને પ્લાન રિચાર્જ કરીને તેનો ઉપયોગ કરીએ છીએ. જેટલો વપરાશ છે તેટલુ રિચાર્જ કરાવો. ત્યારે ગુજરાતમાં વીજળી વપરાશ માટે પણ આવો જ પ્લાન લાવવાની તૈયારી ચાલી રહી છે. ગુજરાતમાં ટૂંક સમયમાં જ વીજળીનું બિલ પ્રીપેઈડ થઈ જશે. જેટલા રૂપિયા ચૂકવશો તેટલી વીજળી વાપરી શકશો. ૨૦૪૮૨ કરોડના ગુજરાતના પ્રોજેક્ટને રાજ્યની કેબિનેટે મંજૂરી આપી છે. શું છે આ પ્લાન?… ગુજરાત સરકાર ડિસેમ્બર, ૨૦૨૩ થી સ્માર્ટ ઈલેક્ટ્રિક મીટર સિસ્ટમ અમલમાં લાવવાનું પ્લાનિંગ કરી રહી છે. જેમા બિલપેટે જેટલા રૂપિયા ચૂકવશો તેટલી જ વીજળી વાપરી શકશો. વીજ બિલ મોબાઈલ રિચાર્જથી કરી શકાશે. આ માટે ગુજરાત સરકારની કેબિનેટ અને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. પ્રથમ તબક્કામાં સ્માર્ટ મીટરિંગ માટે ૧૦૬૦૨ કરોડ ફાળવ્યા છે. તો સાથે જ ડિસ્ટ્રીબ્યુશન સુધારવા માટે ૬૦૨૧ કરોડ ફાળવ્યા છે. સરકાર નવા મીટર વસાવવા માટે એ પણ પ્લાનિંગ કરી રહી છે કે, ગ્રાહકો પર નાણાંકીય બોજ ન આવે. આ માટે પ્લાનિંગ ચાલી રહ્યું છે કે, સ્માર્ટ મીટરની રકમ ગ્રાહકો કેટલી ભોગવશે અને સરકાર કેટલી ભોગવશે. સરકારે વિવિધ વીજ કંપનીઓને આ માટે કુલ ૧૦૪૪૩ કરોડ રૂપિયા ફાળવ્યા છે. જે આ મુજબ છે. ડ્ઢય્ફઝ્રન્ – ૨૪૪૭ કરોડ, સ્ય્ફઝ્રન્ – ૧૯૮૦ કરોડ, ઁય્ફઝ્રન્ – ૩૩૫૦ કરોડ અને ેંય્ફઝ્રન્ – ૨૬૬૬ કરોડ ફાળવ્યા છે. વીજખાઘ ઘટાડવા માટેની કામગીરી માટે – ૧૧૧૩૪ કરોડ.. આ સાથે જ સરકાર વીજખાધ ધટાડવા માટે પણ પ્રયાસો કરી રહી છે. વીજચોરી, ડિસ્ટ્રીબ્યુશન વગેરે મામલે રાષ્ટ્રીય સ્તરે ૧૨ થી ૧૫ ટકા વીજખાધ આવે છે. આ માટે સરકાર સ્કીમ લાવી રહી છે.
Recent Comments