ભાવનગર શિશુવિહાર સંચાલિત શ્રી મોંઘીબહેન બધેકા બાલમંદિરના ઉપક્રમે તા.29 એપ્રિલ ના રોજ બાળકોનો વાર્ષિકોત્સવ સંસ્થા પરિસરમાં યોજાય ગયો… જી.સી. આર. ટી. સી ના નિયામક શ્રી પી. એસ. જોષી , શિક્ષણવિદ્દ શ્રી નલિનભાઈ પંડિત ની ઉપસ્થિતિમાં સંસ્થાના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ દવેના વરદ હસ્તે ગુજરાતના જાણીતા બાળ સાહિત્યકાર કવિ શ્રી કૃષ્ણ દવે નું સન્માન કરવામાં આવેલ…આ પ્રસંગે મહેમાનોની ઉપસ્થિતિમાં બાળકોએ અભિનય ગાન, કૂચ ગીત અને વર્ષ દરમિયાનની જીવન શિક્ષણ પ્રવૃત્તિઓનું નિદર્શન યોજાયેલ…ભાર વિનાની જીવન મુલક કેળવણીના ઉત્સવમાં 150 થી વધુ વાલીઓ અને શિક્ષકો સહભાગી થયા હતા… આ કાર્યક્રમ નું સંકલન આચાર્યશ્રી અંકિતાબહેન ભટ્ટે કર્યું હતું…
શિશુવિહાર સંચાલિત શ્રી મોંઘીબહેન બધેકા બાલમંદિરના ઉપક્રમે બાળકોનો વાર્ષિકોત્સવ





















Recent Comments