fbpx
ગુજરાત

ખેલે ગુજરાત સમર કોચિંગ કેમ્પ 2023..

 ગાંધીનગર યુવક સેવા અને સાંસ્કૃતિક રમત ગમત વિભાગ દ્વારા આયોજિત સમર કેમ્પ ૨૦૨૩નું ઉદઘાટન  સંસ્થાના પ્રમુખશ્રી શ્રી શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદદાસજી સ્વામીના વરદ હસ્તે કરવામાં આવેલ. અમરેલી જિલ્લા સિનિયર કોચ  રમતગમત અધિકારી શ્રી પૂનમ મેડમ  દેખરેખ હેઠળ સાવરકુંડલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થામાં અંગ્રેજી મીડીયમ સ્કુલ શ્રી લેટ કે જે બાખડા પ્રાઇમરી તથા શ્રી સ્વામિનારાયણ ઇંગ્લીશ મીડીયમ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ સામેલ છે જેમાં સંસ્થાના ખ્યાતના રમતગમતના કોચ શ્રી દિપકભાઈ વાળા તથા ઝાલા સાહેબની અથાગ મહેનતથી ગુરુકુળના વિદ્યાર્થીઓ રાજ્ય તથા રાષ્ટ્રીય લેવલે સ્પર્ધામાં વિજેતા થયેલ છે જેમાં સારા ઇનામો લાવી સાવરકુંડલા શહેરનું તેમ જ સંસ્થાનું નામ રોશન કરેલ છે પૂજ્ય સ્વામીજીએ ખૂબ જ સુંદર વક્તવ્યમાં વિદ્યાર્થીઓમાં રહેલ કુશળતા શારીરિક કૌશલ્ય જ્ઞાન શક્તિનો વિકાસ અને માનસિક ઘડતર માટે રમતગમત ખૂબ જ જરૂરી છે તમામ વિદ્યાર્થીઓ ને તથા કોચ ટીચરને અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી હતી સમર કેમ્પના ઉદઘાટનમાં સંસ્થાના કોઠારી સ્વામી પૂજ્ય અક્ષર મુક્ત દાસજીએ બાળકોને પ્રેરણાદાયી વક્તવ્ય આપેલ કાર્યક્રમમાં શાળાના જેસરરોડ વિભાગના આચાર્ય શ્રી વ્યાસ સાહેબ એ.કે. ઘેલાણી માધ્યમિક વિભાગના આચાર્ય શ્રી દિપેશભાઈ પંડ્યા તેમજ યજમાન શાળાના આચાર્યા બહેન  શ્રી વૈશાલી મેડમ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન શાળા કોચ ટીચર શ્રી દિપકભાઈ વાળા તેમજ ઝાલા સાહેબ દ્વારા કરવામાં આવેલ તેમજ અમરેલી કોચ અધિકારી શ્રી પૂનમબેન દ્વારા થઈ રહેલ છે

Follow Me:

Related Posts